અભિનેત્રી મૃણાલ ઠાકુર કે, જેમણે સુપર 30 અને બાટલા હાઉસ જેવી ફિલ્મમાં તેમના પરફોમન્સથી દર્શકોનું દિલ જીત્યું છે. અભિનેત્રી તેમની અપકમિંગ ફિલ્મ જર્સીમાં શાહિદ કપૂરની લીડિંગ લેડીના રોલમાં જોવા મળશે.
જર્સી તેલુગૂ હિટ ફિલ્મની રિમેક છે. જેનું તેલુગૂ નામ પણ જર્સી જ હતું.ફિલ્મના હિન્દી વર્ઝનને ડાયરેકટ કરી રહેલા ગૌતમ તિન્નાનૂરી, જેમણે ઓરિજિનલ ફિલ્મને પણ ડાયરેકટ
કરી છે.
શાહિદ કપૂરની સાથે સ્ક્રીન શેર કરવાને લઈ ઉત્સાહિત અભિનેત્રીએ કહ્યું કે, હું જર્સીમાં શાહિદ સાથે લીડ રોલ માટે ખુબ જ ઉત્સાહિત છું. જ્યારે મેં ઓરિજિનલ ફિલ્મ જોઈ તો હું તેમની પૈશનેટ ઈમોશનલ જર્ની જોઈ ખુબ જ ભાવુક થઈ હતી.
અલ્લૂ અવિંદ, અમન ગિલ, દિલ રાજૂ દ્વારા પ્રોડ્યૂસ ફિલ્મ 28 ઓગસ્ટ,2020ને સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. શાહિદ કપૂરન હાલની ફિલ્મ કબીર સિંહ હતી આ ફિલ્મ પણ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી. કબીર સિંહે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.