આયુષ્માન ખુરાનાએ ફિલ્મને સારો પ્રતિસાદ મળતાં ચાહકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "ફિલ્મ જગતના મારા મિત્રો અને એ તમામ લોકો જેમણે મને સર્મથન અને પ્રેમ આપ્યો, તે મારા માટે પ્રેરણાદાયી હતો. તેમનો હું આભારી છું."
ભારતીય સિનેમા માટે મહત્વની ફિલ્મ આર્ટિકલ 15ઃ આયુષ્માન ખુરાના - Ayushman khurana
મુબંઇઃ 7 જુલાઇના રોજ ‘આર્ટિકલ-15’ ફિલ્મમાં ઉમદા અભિનય માટે ચર્ચામાં રહેલા અભિનેતા આયુષ્માન ખુરાનાએ ફિલ્મને ભારતીય સિનેમાની મહત્વની પરિયોજનામાંની એક ગણાવી હતી. તેમજ ફિલ્મની મહત્વતા વિશે વાત કરી ફિલ્મને સારો પ્રતિસાદ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
આગળ વાત કરતાં આયુષ્માને જણાવ્યું હતું કે, "આર્ટિકલ 15' વાસ્તવિક ફિલ્મ છે. તેની હકીકત જ તેને ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક બનાવે છે. ફિલ્મને દર્શકોને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું. આ ફિલ્મમાં મદદ કરનાર તમામનો હદયપૂર્વક આભાર માનું છું. અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ‘આર્ટિકલ 15' ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભારતીય બંધારણના અનુચ્છેદ 15ની જાણકારી આપવાનો છે. જે ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થળના આધારે થતાં ભેદભાવ રોકે છે. આજે લોકો આ વાતને ભૂલી ગયા છે. માટે આ ફિલ્મ તેમને યોગ્ય દિશા બતાવવાનું કામ કરશે.