ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મૌની રોયે લોકડાઉનમાં તણાવ મુક્ત રહેવા આપી સલાહ - મૌની રોય લોકડાઉન ડાયરી

લોકડાઉનમાં પોતાની પેઇન્ટિંગથી ચાહકોનું મનોરંજન કરનારી અભિનેત્રી મૌની રોયે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર લોકોને આજના મુશ્કેલ સમયમાં તણાવ ન થાય તે માટે પુસ્તકો વાંચવા અને નૃત્ય કરવાની સલાહ આપી છે.

mouni roy
mouni roy

By

Published : May 20, 2020, 11:11 AM IST

મુંબઈ: અભિનેત્રી મૌની રોયે એવી કેટલીક ટીપ્સ સૂચવી છે, જેની મદદથી તે લોકડાઉન દિવસોમાં પોતાને તણાવથી દૂર રાખે છે. મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'તમારી કોફી પી લો, કોઈ પુસ્તક વાંચો અને નૃત્યની મદદથી તમારી ચિંતાઓ દૂર રાખો ..'

આ સાથે મૌનીએ બૂમરોંગ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે.

મૌની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણું શેર કરે છે. તે આ દિવસના લોકડાઉન પર પણ પેઇન્ટિંગ કરી રહી છે. તેણે પોતાની ઘણી પેઇન્ટિંગ્સ પણ ચાહકો સાથે શેર કરી હતી.

મંગળવારે મૌનીએ તેની એક બીજી તસવીર શેર કરી, જેમાં તે બ્લેક સ્લીવલેસ ટોપમાં જોવા મળી હતી. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'જી.આઈ.જેન.' લોકોને આ તસવીર ખૂબ ગમી.

અભિનયની વાત કરીએ, તો મૌની આગામી સમયમાં 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.

ABOUT THE AUTHOR

...view details