ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દબંગ 3'નું મોશન પોસ્ટ રિલીઝ, 20 ડિસેમ્બરે રિલીઝ થશે - મોશન પૉસ્ટ રિલીઝ

મુંબઈ: અભિનેતા સલમાન ખાનનો હિટ પ્રોજેક્ટ દબંગ ફરીથી આવવા જઇ રહ્યો છે. હાલ સલમાન ખાન 'દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે આ ફિલ્મને લઇને સલમાને આજે ટ્વીટ કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.

gh

By

Published : Sep 11, 2019, 2:30 PM IST

સલમાને ટ્વીટ કરીને 'દબંગ 3 નું ઓફિશિયલ મોશન પોસ્ટર રીલીઝ કર્યું છે. ભાઈજાને કેપ્શનમાં લખ્યું છે કે, Aa Rahe Hain! Chulbul Robinhood Pandey. Theek 100 din baad. Swagat Toh Karo Humara! #100DaystoDabangg3. સલમાને આ ટ્વિટ સાથે ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કર્યું છે. સલમાન ખાન એક ટીઝરમાં ચાલતો જોવા મળી રહ્યો છે.

'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ક્રિસમસમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા ફરી બોક્સ ઓફિસ પર જોવા મળશે છે. ફિલ્મને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે.

સલમાનની 'દબંગ 3' ઉપરાંત ડિસેમ્બરમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેમાં 6 ડિસેમ્બરે અર્જુન કપૂરની 'પાણીપત', રાની મુખર્જીની 'મરદાની 2', અક્ષય કુમાર-કરીના કપૂરની 'ગુડ ન્યૂઝ' પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details