ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અજાઝ ખાન ડ્રગ સપ્લાય કેસમાં અન્ય મોટા સેલીબ્રિટીના નામ બહાર આવવાની શક્યતા - મુંબઇ પોલીસ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ દાવો કર્યો છે કે, ડ્રગ સપ્લાય રેકેટ મામલે ધરપકડ કરાયેલા અભિનેતા અજાઝ ખાન બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગની ઘણી હસ્તીઓને ડ્રગ સપ્લાય કરતો હતો. NCB આવા વ્યક્તિઓની સૂચિ તૈયાર કરી રહી છે અને અજાઝ ખાને આપેલી માહિતીના આધારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી સંભાવના પણ છે.

અજાઝ ખાન
અજાઝ ખાન

By

Published : Apr 3, 2021, 1:06 PM IST

  • બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગની ઘણી હસ્તીઓને ડ્રગ સપ્લાય કરતો હતો અજાઝ ખાન
  • અજાઝ ખાનને બેલાપુરની એક હોટલમાંથી ડ્રગ્સના કેસમાં NCBએ ઝડપી પાડ્યો હતો
  • ફરૂખ બટાટા અને તેના પૂત્ર દ્વારા કરવામાં આવતું હતું સમગ્ર ડ્રગ પેડલિંગનું સંચાલન

મુંબઇ: બોલીવુડ અભિનેતા અજાઝ ખાનની ડ્રગ્સ સપ્લાય રેકેટ મામલે ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની NCB દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. NCBનો દાવો છે કે, તે બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગની ઘણી હસ્તીઓને ડ્રગ સપ્લાય કરતો હતો.

અજાઝ ખાન અન્ય કલાકારો અને અભિનેત્રીઓને સપ્લાય કરતો હતો ડ્રગ

NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજાઝ ખાન જે વ્યક્તિઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તેમાં કેટલાક કલાકારો અને અભિનેત્રીઓ, OTT પ્લેટફોર્મના માલિકો અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ગુંડાઓનો સમાવેશ થાય છે. NCB આવા વ્યક્તિઓની સૂચિ તૈયાર કરી રહી છે અને અજાઝ ખાને આપેલી માહિતીના આધારે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો:બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ

બિગ બોસ 7ની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા અજાઝ ખાન આવ્યો હતો ચર્ચામાં

અજાઝ ખાન વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસ 7ના કન્ટેસ્ટન્ટ તરીકે ચર્ચામાં આવ્યો હતો. આ અગાઉ તેને NCBએ નવી મુંબઈના બેલાપુરની એક હોટલમાંથી ડ્રગ્સના કેસમાં ઝડપી પાડ્યો હતો. NCB દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, અજાઝ ખાન તેમની માગ પ્રમાણે બોલીવુડ અને ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરતા ઘણા હાઈપ્રોફાઈલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરવામાં સક્રિય હતો.

નામી ડ્રગ પેડલરની ટોળકીનો સભ્ય હતો અજાઝ ખાન

NCB દ્વારા શાહરૂખ ખાન સાથે ડ્રગના અડ્ડા કરનારા ફરૂખ બટાટા અને તેના પુત્ર શાદાબ બટાટાની પૂછપરછમાં અજાઝ ખાનનું નામ સામે આવ્યું છે. એવું પણ બહાર આવ્યું હતું કે, અજાઝ ખાન નેટવર્કનો સભ્ય હતો જેનું સંચાલન આ બે ડ્રગ પેડલર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:મુંબઈ પોલીસે અભિનેતા એજાઝ ખાનની કરી ધરપકડ, જાણો કારણ

મુંબઇ એરપોર્ટથી NCBએ અજાઝ ખાનની અટકાયત કરી હતી

જયપુરથી મુંબઇ એરપોર્ટ પર આવ્યા બાદ NCBએ અજાઝ ખાનની અટકાયત કરી હતી. અજાઝની એક કલાક જેટલી પુછપરછ બાદ ડ્રગ રેકેટના સંબંધમાં NCBએ અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં રેડ પાડી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને રવિવાર સુધી NCB કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details