ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'નટુકાકા'ના નિધનથી ભાવુક થઈ મુનમુન દત્તા, તસવીર શેર કરીને લખ્યું- તેઓ હંમેશા યાદ આવશે - ઘનશ્યામ નાયકનું નિધન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘરેઘરે જાણીતા બનેલા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નું કેન્સરની બીમારીના કારણે નિધન થયું છે. તો આ જ શૉમાં બબીતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તા (Munmun Dutta) પણ નટુકાકાના નિધનથી શોકમગ્ન છે. મુનમુને નટુકાકા સાથેની યાદો તસવીર સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

'નટુકાકા'ના નિધનથી ભાવુક થઈ મુનમુન દત્તા
'નટુકાકા'ના નિધનથી ભાવુક થઈ મુનમુન દત્તા

By

Published : Oct 5, 2021, 4:21 PM IST

  • મુનમુન દત્તાને આવી ઘનશ્યામ નાયકની યાદ
  • 'તારક મહેતા...' શોની બબીતાએ શેર કરી નટુકાકા સાથેની યાદો
  • મુનમુુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

ન્યુઝ ડેસ્ક: 'તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટુકાકાની ભૂમિકા નિભાવનારા ઘનશ્યામ નાયક(Ghanshyam Nayak)ની જિંદગીના રંગમંચ પરનો પડદો પડી ગયો છે. તેમણે રવિવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ભાવુક થઇ ગઇ હતી અને તેણે કેટલીક યાદો શેર કરી હતી. મુનમુન દત્તા ઘનશ્યામ નાયકની અંતિમ વિદાય સમયે પહોંચી હતી, તે સમયની તસવીર સામે આવી છે. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેમની સાથેની અંતિમ વિદાયની વાતો શેર કરતા અંતિમ મુલાકાતની તસવીર પણ શેર કરી છે.

મુનમુન દત્તાએ નટુકાકાની યાદો કરી શેર

મુનમુન દત્તાએ છેલ્લી મુલાકાતની તસવીર શેર કરતાં ભાવુક પોસ્ટ લખી હતી. મુનમુન દત્તાએ ઘનશ્યામ કાકાને યાદ કરતાં લખ્યું કે, 'કાકા સેટ પર તેમના સંઘર્ષની કહાની સંભળાવતા હતા. તે હંમેશા યાદ આવતા હતા.' મુનમુન દત્તાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કાકા’ શબ્દ સાથે તેમનો ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે, 'આ તસવીર ત્યારની છે, જ્યારે હું તેમને મળી હતી, જે હવે તેમની સાથેની છેલ્લી તસવીર બની ગઇ. તેમની સંઘર્ષમય પરંતુ સફળતાની ગાથા અને પ્રેરણાદાયક શબ્દો મને હંમેશા યાદ આવશે.'

ઘનશ્યામ નાયક કેન્સર સામે જંગ હાર્યા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટુકાકાની સારવાર ચાલી રહી હતી તે સમયે કિમોથેરેપી બાદ તેમના વાળ જતા રહ્યા હતા અને ચહેરો પણ નિસ્તેજ થઇ ગયો હતો. તેમના બદલાયેલા આ લૂકથી ફેન્સ દુ:ખી થઇ ગયા હતા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. તેમના આ બદલાયેલા લૂકના ફોટો ઘણા જ વાયરલ થયા હતા. આજે ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે, જે નટુકાકાને ન ઓળખતી હોય. નટુકાકાએ તેમના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું.

મનોરંજન જગતમાં શોકની લહેર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી તેમણે દરેક ઘરમાં અને દિલમાં એક સ્થાન બનાવી લીધું છે. તેઓ કેન્સર સામે ઝઝુમ્યા અને આ જંગમાં આખરે જિંદગી હારી ગયા. તેમના નિધનથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ સહિતની મનોરંજન જગત સાથે જોડાયેલી હસ્તીઓ શોકમગ્ન છે.

આ પણ વાંચો: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટ્ટુ કાકાએ દુનીયાને કહ્યું અદવિદા, કેન્સરથી હતા પીડિત

આ પણ વાંચો: ઓ મા માતાજી... 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા આને કરી રહી છે ડેટ! નામ જાણી જેઠાલાલને આવશે ગુસ્સો

ABOUT THE AUTHOR

...view details