ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મલંગ-2 પર કામ શરૂ, મોહિત સૂરીએ શેર કરી પહેલા ડ્રાફટની ઝલક - SITARANEWS

ફિલ્મ નિર્માતા મોહિત સૂરીએ તેમના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના લેપટોપની સ્ક્રીન પર મલંગ-2ની સ્ક્રિપ્ટ જોવા મળી રહી છે. નિર્માતાએ જણાવ્યું કે, તે ફિલ્મના પહેલા ડ્રાફટ પર કામ કરી રહી છે.

etv bharat
etv bharat

By

Published : May 31, 2020, 11:02 PM IST

મુંબઈ : ફિલ્મ નિર્માતા મોહિત સુરીએ હવે કન્ફોમ કર્યું છે કે, તે તેમની હિટ ફિલ્મ રોમાન્ટિક-એકશન મલંગ-ફિલ્મ મલંગના સીકવલ પર કામ કરી રહી છે. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. 39 વર્ષીય નિર્દેશકે જણાવ્યું કે, મલંગ 2 પર કામ શરૂ છે. આગામી ફિલ્મની સ્ક્રિપ્ટની એક ઝલક પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે.

પોસ્ટમાં નિર્માતાએ હૉલીવૂડના લેજેન્ડ નિર્દેશક અલ્ફ્રેડ હિચકૉકની મશહુર કહેવતનો પણ ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું કે, એક મહાન ફિલ્મ બનાવવા માટે તમારે 3 વસ્તુઓની જરૂર છે. સ્ક્રિપ્ટ, સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ-અલફ્રેડ હિચકૉક #મલંગ #ફસ્ટડ્રાફટ # મલંગ2

આ પહેલા 6 મે મલંગના સ્ટારકાસ્ટ અનિલ કપૂર, દિશા પટની, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમૂએ એક બીજાને ગ્રુપ વીડિયો કોલ દ્વારા વર્ચુયલ મુલાકાત કરી હતી. રિવેન્જ-ડ્રામા ફિલ્મ સમગ્ર ભારતમાં આ વર્ષ 7 ફેબ્રુઆરીના રિલીઝ થઈ હતી અને બૉકસ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details