ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનના કારણે અભિનેતા મોહિતે 10 વર્ષ બાદ કામમાંથી લીધો વિરામ - મોહિત રૈના કામમાંથી લીધો બ્રેક

કોરોના વાઈરસના ચેપને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન વિશે વાત કરતાં અભિનેતા મોહિત રૈનાએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે તેમણે લગભગ 10 વર્ષ પછી પોતાના કામથી વિરામ લીધો છે.

મોહિત રૈના
મોહિત રૈના

By

Published : Jun 7, 2020, 7:31 PM IST

મુંબઇ: અભિનેતા મોહિત રૈનાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને અટકાવવાના પગલે લાગું કરાયેલા લોકડાઉનમાં 2010 પછી તેમણે કામમાંથી વિરામ લીધો છે.

મોહિતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "મોડેલિંગ પછી, મેં વર્ષ 2010માં ટીવી માટે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ મેં ક્યારેય વિરામ લીધો નહોતો. હું એક પછી એક પ્રોજેક્ટ્સ પર કામ કરતો રહ્યો."

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2019માં મેં પાંચ પ્રોજેક્ટ્સ કર્યા હતા. મેં નક્કી કર્યુ હતું કે, આ વર્ષે હું સારી યોજના બનાવીશ અને માર્કેટિંગ કરીને અને PR મેળવીશ. મને લાગ્યું કે હું સારું ફોટોશૂટ કરીશ. પણ હવે મને લાગે છે પાંચમાં લોકડાઉનના કારણે ફક્ત ચાર પ્રોજેક્ટ્સ બહાર આવશે."

મોહિતે કહ્યું, "મને સમજાયું છે કે તમે જીવનમાં કંઇપણ યોજના બનાવી શકતા નથી અને આ અનુભવે મને સૌથી મોટો માર્ગદર્શન આપ્યું છે. હાલ, હું મારા પરિવાર સાથે સમય પસાર કરું છું અને મારી માતાની કોલેજના કિસ્સા સાંભળી રહ્યો છું .

મોહિતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, મોહિત છેલ્લે મે મહિનામાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડિજિટલ ફિલ્મ શ્રીમતી સીરીયલ કિલરમાં જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details