Mohammad Rafi Birth Anniversary : મોહમ્મદ રફી સાહેબે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી - All time Great Singer of Hindi Cinema Mohammad Rafi
હિન્દી સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ ગીતોનો ઉલ્લેખ થશે ત્યારે, સ્વર્ણીમ અક્ષરોમાં મોહમ્મદ રફી સાહેબનું નામ આવશે. આજે એટલે કે, 24 ડિસેમ્બરે હિન્દી સિનેમાના ઓલ ટાઇમ ગ્રેટ સિંગર-સુર સમ્રાટ રફી સાહેબનો (Mohammad Rafi Birth Anniversary) જન્મ દિવસ છે.
Mohammad Rafi Birth Anniversary : મોહમ્મદ રફી સાહેબે હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી
By
Published : Dec 24, 2021, 10:01 AM IST
હૈદરાબાદ:'ઓ દૂર કે મુસાફિર...હમકો ભી સાથ લે લે...હમ રહે ગયે અકેલે' 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારઅભિનીત 'ઉડન ખટોલા'નું (1955) આ દર્દભર્યું ગીત મોહમ્મદ રફીને તેના ચાહકો બનાવતું રહે છે. યાદ કરાવતી રહે છે. રફી સાહેબે તેમના પ્લેબેક સિંગરથી હિન્દી સિનેમા પર અમીટ છાપ છોડી છે. હિન્દી સિનેમાના દિવંગત પ્લેબેક સિંગર મોહમ્મદ રફી સાહેબની (Mohammad Rafi Birth Anniversary) 24 ડિસેમ્બરએ 97મી જન્મજયંતિ છે.
Mohammad Rafi Birth Anniversary
મોહમ્મદ રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર
મોહમ્મદ રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર 1924ના રોજ કોટલા સુલતાન સિંઘ પંજાબમાં થયો હતો. પંજાબમાં જન્મ્યા બાદ તેઓ તેમના પરિવાર સાથે લાહોર (પાકિસ્તાન) શિફ્ટ થયા હતા.
રફી સાહેબે 13 વર્ષની ઉંમરે ગીત ગાયુ હતું
13 વર્ષની ઉંમરે રફી સાહેબે લાહોરમાં પહેલી વખત તેમનું ગાયન કૌશલ્ય બતાવ્યું હતું. 1944માં મોહમ્મદ રફીએ લાહોરમાં ઝીનત બેગમ સાથે યુગલ ગીત 'સોનીયે ની, હિરીયે ની' સાથે તેમની ગાયકીની શરૂઆત કરી હતી. આ પછી રફી સાહેબને ઓલ ઈન્ડિયા રેડિયો લાહોરે ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Mohammad Rafi Birth Anniversary
મોહમ્મદ રફીએ 1945માં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો
મોહમ્મદ રફીએ 1945માં ફિલ્મ 'ગાંવ કી ગોરી'થી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. 1948માં મહાત્મા ગાંધીની રાજકીય હત્યા પર મોહમ્મદ રફીએ હુસ્નલાલ ભગતરામ અને રાજેન્દ્ર કૃષ્ણ સાથે મળીને 'સુનો-સુનો એ દુનિયાવાલો,' બાપુજી કી અમર કહાન તૈયાર કરી હતી.
Mohammad Rafi Birth Anniversary
રફી સાહેબનું ગીત સાંભળીને જવાહરલાલ નેહરુ પ્રભાવિત થયા હતા
રફી સાહેબનું આ ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે રફીને આ ગીત ગાવા માટે તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. 1948માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રફીને સિલ્વર મેડલથી (Rafi was awarded the Silver Medal) સન્માનિત કર્યા હતા.
જન્મદિવસે જાણો સુર સમ્રાટની ખાસ વાતો
મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924માં અમૃતસર (પંજાબ)માં થયો હતો. એક સમય પછી રફી સાહેબના પિતા પોતાના પરિવારની સાથે લાહોર ચાલ્યા ગયા હતા. મોહમ્મદ રફીનું નિક નેમ 'ફીકો' (Mohammed Rafi's nickname 'Fico') હતું. અને બાળપણથી માર્ગ પર ચાલતા ફકિરોની સાથે રફી સાહેબે ગીત ગાવાનું શરૂ કર્યું હતું.
Mohammad Rafi Birth Anniversary
મોહમ્મદ રફીએ સૌથી વધારે ગીત આશા ભોસલેની સાથે ગાયા
મોહમ્મદ રફીએ સૌથી વધારે ગીત આશા ભોસલેની સાથે ગાયા છે. રફી સાહેબે સિંગર કિશોર કુમાર માટે પણ તેમની બે ફિલ્મો માટો 'બડે સરકાર' અને 'રાગિની'માં આવાજ આપ્યો હતો. મોહમ્મદ રફીને 'ક્યા હુઆ તેરા વાદા' ગીત માટે નેશનલ એવોર્ડનું સન્માન મળ્યું હતું.
1967માં ભારત સરકારે મોહમ્મદ રફીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા
1967માં ભારત સરકારે મોહમ્મદ રફીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. મોહમ્મદ રફીએ તેમની ગાયકી કારકિર્દીમાં ચાર હજારથી વધુ હિન્દી, પ્રાદેશિક ભાષાઓમાં 100થી વધુ અને વ્યક્તિગત ગીતો 300થી વધુ ગાયા હતા.
Mohammad Rafi Birth Anniversary
BBC એશિયા નેટવર્ક પોલમાં મોહમ્મદ રફીના ગીતો
મોહમ્મદ રફીએ આસામી, કોંકણી, ભોજપુરી, અંગ્રેજી, ફારસી, ડચ, સ્પેનિશ, તેલુગુ, મૈથિલી, ઉર્દૂ, ગુજરાતી, પંજાબી, મરાઠી, બંગાળી વગેરે સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. BBC એશિયા નેટવર્ક પોલમાં મોહમ્મદ રફીના ગીતો 'બહારોં ફૂલ બરસાઓ' ' સૌથી લોકપ્રિય હિન્દી ગીત તરીકે વેટ કરવામાં આવ્યું હતું.
Mohammad Rafi Birth Anniversary
રફી સાહેબને છ ફિલ્મફેર પુરસ્કારો અને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
મોહમ્મદ રફી સાહેબને લગભગ છ ફિલ્મફેર પુરસ્કારો અને એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રફી સાહેબે 31 જુલાઈ 1980ના રોજ 56 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું.
Mohammad Rafi Birth Anniversary
રફી સાહેબના અંતિમ સંસ્કારમાં દસ હજારથી વધુ લોકોએ હાજરી આપી
જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા ત્યારે દેશને આઘાત લાગ્યો હતો. રફી સાહેબના અંતિમ સંસ્કારમાં દસ હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી. જુલાઈ 2011માં તેમની પુણ્યતિથિની ઉજવણી માટે નવ હજારથી વધુ સંગીતમય શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mohammad Rafi Birth Anniversary
રફી સાહેબે આપેલા અવાજો અને ગીતોને ભૂલી જવું અશક્ય છે
સંગીતના ક્ષેત્રમાં ઘણા ગાયકો આવ્યા છે અને ઘણા ગાયકો આવશે પણ રફી સાહેબે આપેલા અવાજો અને ગીતોને ભૂલી જવું અશક્ય છે. આજે પણ જ્યારે હિન્દી ગીતોના રીમિક્સ બનવા લાગ્યા છે ત્યારે રફી સાહેબના ગીતો ખૂબ પ્રખ્યાત છે. એમ કહેવું ખોટું નહીં હોય કે ભલે આ સ્ટાર આજે આપણી વચ્ચે નથી. હિન્દી સિનેમા હંમેશા તેના ગીતોના પ્રકાશથી પ્રકાશિત રહેશે.