ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિથુન ચક્રવર્તીના પુત્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ - Mithun Chakraborty son

બૉલિવૂડના દિગ્ગજ નેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય પર એક યુવતી દ્વારા દુષ્કર્મ અને બળજબરીપુર્વક ગર્ભપાત કરાવવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કર્યો છે.

mithun
mithun

By

Published : Oct 17, 2020, 11:20 AM IST

મુંબઈઃ બૉલિવૂડના દિગ્ગજ નેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય પર એક યુવતી દ્વારા દુષ્કર્મ અને બળજબરીપુર્વક ગર્ભપાત કરાવવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કર્યો છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે મહાક્ષય સાથે વર્ષ 2015માં રિલેશનમાં હતી. તે સમયે મહાક્ષયે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. વધુમાં પીડિતાએ જણાવ્યું કે મહાક્ષયએ પીડિતાને ઘરે બોલાવી સોફ્ટ ડ્રિન્કમાં નશીલો પદાર્થ મેળવી તેને પિવડાવ્યું હતુ. આ દરમિયાન પીડિતાની મંજૂરી વિના તેની સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો.

મહાક્ષય 4 વર્ષ સુધી પીડિતા સાથે રિલેશનમાં હતો અને તેની સાથે શારિરિર સંબંધ પણ બાંધતો હતો. બાદમાં પીડિતા ગર્ભવતી થઈ તો તેણે બળજબરીપુર્વક ગર્ભપાત કરાવવાં દબાણ કર્યુ હતું. આ મુદ્દે પીડિતા સહમત ન થઈ તો તેણે પીડિતાને કેટલીક દવાઓ આપી ગર્ભપાત કરાવી દીધુ હતું.

આ સાથે પીડિતાને આક્ષેપ છે કે ફરિયાદ નોંધાવ્યા બાદ મહાક્ષય અને તેની માતાએ પીડિતાને ધમકી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details