મુંબઈ: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી 16 જૂન તેમના જન્મદિવસની ઉજવણી કરવાના મૂડમાં નથી. આ નિર્ણય તેમને કોરોના વાઇરસની મહામારી તેમજ સુશાંતસિંહ રાજપૂતના આકસ્મીત નિધનને કારણે લીધો છે.
મિથુનના પુત્રએ કહ્યું કે, કોવિડ-19ની મહામારીને કારણે ઉભી થયેલી આ કપરી પરિસ્થિતિ અને આપણા પ્રિય સુશાંતના આકસ્મીત નિધનને કારણે, આ વર્ષે મેં અને મારા પિતાએ જન્મદિવસ પર કોઈ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને ઘરે રહે.
ડિપ્રેસનને કારણે સુશાંતને રવિવારે મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુના સમાચારથી ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. નમાશીએ દરેક લોકોને અપીલ કરી કે, તેઓ થોડો સમય કાઢીને તેમના પરિવારના સભ્યો અને મિત્રો બેસે અને તેમની જોડે વાતો કરે.