ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિથિલા પાલકરે કઈંક આ અંદાજમાં ઈરફાન ખાનને આપી શ્રદ્ધાંજલિ - Irrfan khan news

બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું 29 એપ્રિલે નિધન થયું હતુ. તેમના નિધનથી બૉલીુવડમાં શોકનો માહોલ છે. બૉલીવુડ સ્ટાર્સ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અભિનેત્રી મિથિલાએ પણ ગીત ગાઈને ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી છે.

Etv bharat
mithila palkar

By

Published : May 3, 2020, 5:30 PM IST

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર ઈરફાન ખાનનું 29 એપ્રિલે નિધન થયું હતુ. પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર ઈરફાનના અલવિદાથી સમગ્ર બૉલીવુડ સ્તબ્ધ છે. જ્યારે ક્ટલાય સ્ટાર્સ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

ફિલ્મ 'કારવા' માં ઈરફાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રી મિથિલા પાલકરે પણ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી છે. મિથિલાએ ઈરફાન માટે એક સુંદર ગીત ગાયું છે. મિથિલાના ગીતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

મિથિલાએ વીડિયો શેર કરતાં લખ્યું છે, ' હે શોકત, યે#singlesongSaturday તમારા માટે છે. હું હંમેશાથી જ ગીત અને સ્ટ્રમિંગ વચ્ચે સંઘર્ષ કરી રહી છું, પરંતુ શીખવાની કોશિશ કરુ છુ, કારણ કે હું તમને બિનાકા ગીતમાલાથી છેલ્લીવાર પરેશાન કરી શકું.ખુશ રહો.. જયાં પણ રહો..ખુદા હાફિસ..પ્યાર.. તાન્યા'.

મિથિલા પાલકરના ઈરફાન ખાનને ટ્ર્રિબ્યુટ આપવાના આ અંદાજને પસંદ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details