મુંબઇ: અપકમિંગ સ્પોર્ટ્સ બાયોપિક ‘શાબાશ મિથુ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ પર બની રહેલ આ ફિલ્મમાં તાપસી પન્નુ 37 વર્ષીય કેપ્ટન મિતાલી રાજના રોલમાં છે. તાપસીએ ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર મિતાલીનો એક ક્વોટ સાથે શેર કરતાં લખ્યું કે, ‘મને હંમેશા એવું પૂછવામાં આવ્યું છે કે તમારો ગમતો મેલ ક્રિકેટર કોણ છે, પણ તમારે તેમને એવું પૂછવું જોઈએ કે, તમારા ફેવરિટ ફિમેલ ક્રિકેટર કોણ છે. આ એક સ્ટેટમેન્ટ જેણે દરેક ક્રિકેટ પ્રેમીને અટકીને એ વિચારવા મજબૂર કર્યા કે શું તેઓ ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી જે જાતે આ ગેમ રમે છે તેને. મિતાલી રાજ તમે ગેમ ચેન્જર છો.’
"શાબાશ મિથુ"નું પ્રથમ પોસ્ટર આઉટ, આ દિવસે થશે રિલીઝ - મિતાલી રાજ
જો તમે આજની તારીખે લોકોને એમ પૂછો કે ભારતીય મહિલા ક્રિકેટરોના નામ આપો તો બીજાં બધાં નામ યાદ આવે કે ના આવે, પણ મિતાલી રાજનું નામ તો મહદંશે લોકોના મોઢે સાંભળવા મળશે જ અને હવે આ જ નામ વધારે જાણીતું બનશે ફિલ્મ થકી. વધ્યા-ઘટ્યા લોકો, જેઓ મિતાલી રાજના નામથી અપરિચિત છે તેઓ ફિલ્મ થકી મિતાલી રાજને ઓળખતા થઇ જશે. અભિનેત્રી તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ "શાબાશ મિથુ" નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં તાપસી હૂબહૂ મતાલી રાજ જેવા લાગી રહી છે.
!["શાબાશ મિથુ"નું પ્રથમ પોસ્ટર આઉટ, આ દિવસે થશે રિલીઝ "શાબાશ મિથુ"નો પ્રથમ પોસ્ટર આઉટ, આ દિવસે થશે રીલીઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5891512-thumbnail-3x2-sss.jpg)
શાબાશ મિથુમાં તે લીડ રોલમાં જોવા મળશે, જેમાં તેને ઓળખવા મુશ્કેલ છે. તરણ આદર્શે પણ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું છે કે," તાપાસી પન્નુ...ફર્સ્ટ લુક પોસ્ટર ઓેફ " શાબાશ મિથુ".
મેકર્સે દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં તાપસી મિતાલી રાજ જેવા જોવા મળી રહી છે. લુકની વાત કરવામાં આવે તો તાપસીએ ક્રિકેટ ટીમની જર્સી પહેરી છે અને હાથમાં બેટ જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર લોકોને ખુબ સારુ લાગ્યુ છે. જો કે, ફિલ્મ 5 ફ્રેબુઆરી 2020ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.