ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલે 5 દિવસમાં 100 કરોડનો આંકડો કર્યો પાર - movie

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મની ઓપનિંગ સારી રહી હતી અને તે સાથે જ તે 100 કરોડના કલબમાં સામેલ થઈ છે. ફિલ્મમાં અભિનય કરનારી સોનાક્ષી સિંહાએ ટ્વિટર પર આ જાણકારી આપી હતી.

etv bharat news

By

Published : Aug 21, 2019, 9:23 AM IST

બૉલીવુડના અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ બાળકોને લઈ મોટેરા સુધીના સૌ કોઈને ખુબ પસંદ આવી હતી. ફિલ્મે ઓપનિંગ દિવસ પર 29.16 કરોડની કમાણી કરી હતી. જે અક્ષય કુમારના કેરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. મિશન મંગલ ફિલ્મ 5 દિવસમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે.

સોનાક્ષી સિંહાનું ટ્વિટ

મિશન મંગલ ફિલ્મ માત્ર 32 કરોડ રુપિયામાં બની હતી, ત્યારે ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. મિશન મંગલે રવિવારના રોજ 27.54 કરોડ રુપિયાનું કલેકશન કર્યુ હતું. ફિલ્મ 15 ઓગ્સ્ટના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થઈ હતી. ફિલ્મે મંગળવારે 29.16 કરોડ રુપિયા, શનિવારે 23.58 કરોડ રુપિયા, સોમવારે 8.91 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જેને કુલ 106.47 કરોડનું બૉક્સ કલેક્શન કર્યુ છે.

મિશન મંગલ ભારતના મંગળ ગ્રહ પર પહોંચનાર ગ્રહ મિશન પર આધારિત ફિલ્મ છે. જેમાં મિશનને પુર્ણ કરવા માટે વૈજ્ઞાનિકની મહેનત અને સંધર્ષને રજુ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય સિવાય વિદ્યા બાલન, તાપસી પન્નૂ,સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને શર્મન જોશી લીડ રોલમાં છે. મિશન મંગલની સીધી ટક્કર જૉન અબ્રહીમની બાટલા હાઉસ સાથે હતી. જેને અત્યાર સુધીમાં 53.04 કરોડની કમાણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details