- મિર્ઝાપુર એક કાલ્પનિક સિરિઝ
- ડિસ્ક્લેમરમાં કરાયો છે સ્પષ્ટ ઉલ્લેખ
- આગામી સુનાવણી સુધી કાર્યવાહી પર પ્રતિબંધ
પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહબાદ હાઈકોર્ટે એમેઝોન પ્રાઈમ વીડિયોની મિર્ઝાપુર વેબ સીરીઝનાં પ્રોડ્યુસર, અભિનેતા ફરહાન અખ્તર અને ઋતેશ સિધવાની વિરુદ્ધ નોંધાયેલી FIR હેઠળ સતામણીની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે નોટિસ જાહેર કરીને રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર પાસે ત્રણ અઠવાડિયામાં અરજીનો જવાબ માંગ્યો છે. કોર્ટે માર્ચ 2021નાં પહેલા અઠવાડિયામાં અરજીની રજૂઆત કરવાનો આદેશ આપતાં કહ્યું છે કે, આગામી સુનાવણી અથવા પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં ન આવે ત્યાર સુધી આગલની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત રહેશે.