અભિનેતા પંકજ ત્રિપાઠીએ એક ટીઝર દ્વારા સિરીઝ સાથે જોડાયેલ તમામને અભિનંદન આપ્યા અને કહ્યું, "જે આવ્યા છે તે જશે પણ. બસ અમારી જ મરજી ચાલશે." વીડિયોના અંતમાં લખાયેલું આવે છે કે, નવી સીઝન 2020માં આવનાર છે. પંકજ ત્રિપાઠી આ સીરિઝના પહેલા ભાગમાં નેગેટિવ શેડમાં દેખાયા હતા. આ ટીઝર પરથી સમજી શકાય છે કે, હવેની સીરિઝમાં તે વધુ ખતરનાક ભૂમિકામાં દેખાશે.
વેબસીરિઝ મિર્ઝાપુરને એક વર્ષ પૂર્ણ, ક્યારે આવશે મિર્ઝાપુર-2? - latest entertainment news
મુંબઈ: અભિનેતા પંકજ ત્રિપાઠીની પોપ્યુલર વેબસીરિઝ 'મિર્ઝાપુર' 2018માં રિલીઝ થઇ હતી. આ સીરિઝ તેના કન્ટેન્ટ માટે ખાસ્સી ચર્ચામાં રહી હતી અને વખણાઈ પણ હતી. શનિવારે આ સિરીઝને રિલીઝ થયે એક વર્ષ પૂર્ણ થયું છે.
સિરીઝના પહેલા ભાગમાં ભરપૂર એક્શન હતું. લોકોને મિર્ઝાપુરની વાર્તા પણ ગમી હતી. 'મિર્ઝાપુર'ના ચાહકો માટે, સીરિઝની વર્ષગાંઠ નિમિતે, આનાથી વધુ સારા સમાચાર બીજા શું હોઇ શકે?
ફિલ્મની પ્રથમ સિઝન 16 નવેમ્બર, 2018 ના રોજ રીલિઝ થઈ હતી. જો કે, હજી 2020માં સીરિઝનો બીજો ભાગ ક્યારે રિલીઝ થશે તે અંગે માહિતી આપવામાં આવી નથી. આ વેબ સીરિઝ ક્રાઈમ થ્રિલર હતી. જેનું નિર્દેશન કરણ, આયુષ્માન અને ગુરમીત સિંહે કર્યું હતું. પંકજ ત્રિપાઠી ઉપરાંત, તેમાં અલી ફઝલ, દિવ્યાન્દુ, વિક્રાંત મેસ્સી, કુલભૂષણ ખરબંદા, રસિકા દુગ્ગલ, શ્રિયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠીનો સમાવેશ થાય છે.