ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'પલ' ગીત પાછળનો મજાકનો વીડિયો મિમીએ કર્યો અપલોડ - Bengali actress Mimi Chakraborty

મુંબઇ: મિમી ચક્રવતીનું એક ગીત 'પલ' 13 ઓક્ટોમ્બરે રિલીઝ થઇ ચૂક્યું છે. ગીતનું ટીઝર 12 ઓક્ટોબરના રોજ રીલીઝ થયું હતું. હવે આ ગીતની સ્ક્રીન પાછળની મસ્તી શેર કરવામાં આવી છે અને તેનો એક વિડીયો યુ ટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. તેણે આ અંગેની માહિતી તેના સોશ્યલ મીડિયા પર આપી છે અને તેની લિંક પણ શેર કરી છે.

etv bharat

By

Published : Oct 25, 2019, 5:33 PM IST

મિમી ચક્રવતીનું પહેલું ગીત 'અંજાના' એ યુ ટ્યુબ પર દો મિલિયન વ્યુઝને પાર કરી દીધા છે. મિમી ચક્રવતીએ લખ્યું કે,અમે 'પલ'ના પડદા પાછળના સમયની સાથે છીએ. ગાયકોના અનુભવો જાણવા અને તેના વિશે વાત કરવા માટે ગીતની પાછળના બધા મનોરંજક દ્રશ્યો જુઓ.

બંગાળી અભિનેત્રીથી નેતા બનેલી મિમી ચક્રવતી હાલમાં 2019ની લોકસભાની ચૂંટણીઓ જીતીને સાંસદ બની છે. તેમની છબી એક લોકપ્રિય ચહેરા કરતા વધુ છે. નુસરત જહાં પછી મિમી ચક્રવતી બંગાળથી ચૂંટણી જીતી છે અને સંસદ પહોંચી છે. બંને પહેલીવાર સાંસદ બન્યા છે. તે પછી બંને સતત ચર્ચામાં રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details