- લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત ફિલ્મ મીમીનું ટ્રેલર રિલીઝ
- ક્રિતી સેનન ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા નિભાવશે
- ક્રિતી અને પંકજ ત્રિપાઠી પતિ-પત્નીની ભૂમિકા ભજવશે
હૈદરાબાદ: લક્ષ્મણ ઉતેકર નિર્દેશિત ફિલ્મ મીમીનું ટ્રેલર (Mimi Trailer) રિલીઝ થઈ ગયું છે. ક્રિતી સેનન (kriti sanon) ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મના ટીઝર બાદ હવે આ ફિલ્મનું કોમેડી ભરેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ક્રિતીની સ્ટોરી ટ્વિસ્ટ અને ટર્નથી ભરેલી બતાવવામાં આવી છે. મજાની વાત તો એ છે કે, પંકજ ત્રિપાઠી, જેમણે પિતા અને પુત્રીનો રોલ ભજવ્યો હતો, આ ફિલ્મમાં રોજ પતિ-પત્નીનો કિરદાર નિભાવતા જોવા મળશે.
30 જુલાઈએ નેટફ્લિક્સ અને જિઓ સિનેમા પર થશે રિલીઝ
ક્રિતી સેનને તાજેતરમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મનું એક ફની ટ્રેલર શેર કર્યું છે. આ શેર કરતાં, અભિનેત્રી લખે છે, મીમી ટ્રેઇલર. મીમીએ આ અણધાર્યા પ્રવાસ સિવાય બધી જ અપેક્ષા રાખી હતી. આ તમારા માટે મારી મીમી છે. તેના પરિવાર સાથે તેની અણધારી યાત્રાની કેટલીક ઝલક જુઓ. ટ્રેલરની સાથે માહિતી આપતાં અભિનેત્રીએ કહ્યું છે કે, આ ફિલ્મ 30 જુલાઇએ નેટફ્લિક્સ પર રીલીઝ થશે.
કૃતિ એક ગરીબ મસ્તમૌલા છોકરીની ભૂમિકામાં જોવા મળશે