મુંબઈઃ મોડેલ અને અભિનેતા મિલિંદ સોમને પોતાના બાળપણના દિવસોને સંસ્મરણ 'મેડ ઈન ઈન્ડિયા'માં RSSમાં જોડાવવાના કિસ્સાઓ શેર કર્યા છે. મિલિંદ સોમને કહ્યું કે, 'મારા પિતા આરએસએસમાં ખુબ જ વિશ્વાસ ધરાવતા હતાં. તેમનું માનવું હતું કે, જુનિયર કૈડર તરીકે આરએસએસમાં જોડાઈને એક યુવક અનુશાસન સાથે રહેતા, ફિઝિકલ ફિટનેસ અને સારી વિચારસરણી શીખી શકે છે. અમારી ટ્રેનિંગ મુંબઈમાં શિવાજી પાર્કમાં થતી હતી.'
મોડેલ મિલિંદે RSSના કિસ્સાઓ 'મેડ ઈન ઈન્ડિયા'માં શેર કર્યાં, જાણો શું કહ્યું? - મેડ ઈન ઈન્ડિયા
મિલિંદ સોમને પોતાના સંસ્મરણ 'મેડ ઈન ઈન્ડિયા'માં આરએસએસની શાખા અને બાળપણના દિવસોને શેર કર્યા છે. ખાખી શોર્ટ્સ પહેરી માર્ચ કરવી, કૈપિંગ ટ્રિપ્સ અને ન સમજાતા સંસ્કૃત શ્લોક જેવી વાતોનો ઉલ્લેખ મિલિંદે આ બુકમાં કર્યો છે.
આરએસએસને લઈ અભિનેતા મિલિંદે કહ્યું કે, આજના સમયમાં RSSની શાખાઓના સામુદાયિક પ્રોપાગેંડા, મીડિયાની ટિપ્પણીઓ અથવા અન્ય વિરોધી વાતો સાંભળું છું તો મને આશ્ચર્ય થાય છે. આરએસએસમાં થયેલા અનુભવ અંગે મિલિંદે લખ્યું કે, ખાખી શોર્ટ્સ પહેરી માર્ચ કરવી, કૈપિંગ ટ્રિપ્સ, ગીત અને ક્યારેક ન સમજાતી સંસ્કૃત ભાષા જેવા અનેક અનુભવો થયા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, મારા પિતા આરએસએસ સાથે જોડાયેલા હતા અને એક ગોરવશાળી હિન્દુ હતાં. મને નથી ખબર કે એમાં ગર્વ લેવા જેવા શું હતું. પણ બીજી બાજુ જોઈએ તો તેમાં વખોડવા જેવું પણ કંઈજ નહોતું.