મુંબઇ: મિલિંદ સોમનની 80 વર્ષની માતા ઉષા સોમનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મિલિંદની સુપર મોડલ-અભિનેત્રી અને રમત પ્રેમી પત્ની અંકિતા કંવર સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.
28 વર્ષીય અંકિતાએ પોતાની એક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. જેમાં તે તેની 80 વર્ષીય વૃદ્ધ સાસુ-વહુ સાથે કસરત કરી રહી છે.
વીડિયોમાં અંકિતા તેની સાસુ, સાથે સાડીમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. અંકિતાએ વીડિયો કેપ્શનમાં કહ્યું હતુંં કે, 'દરેકને જીવનમાં આનંદ રહેવું જોઈએ. જો હું 80 વર્ષની ઉંમરે જીવવાની ઈચ્છા ધરાવું છું.’
અંકિતા અને ઉષાના વીડિયો હાલ વેબસાઇટ પર 48.1 હજારથી વધુ લોકો દ્વારા પસંદ કરાયો છે. અભિનેત્રીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કર્યો છે અને લોકોને ફીટ રહેવાની સલાહ આપી છે.