મુંબઈઃપ્રખ્યાત ગીતકાર ગુલઝાર આજે 85 વર્ષના થયા છે. ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ દિવસને વધુ વિશિષ્ટ બનાવવા માટે તેમની પુત્રી અને ફિલ્મ નિર્માતા મેઘના ગુલઝારે વરિષ્ઠ કવિ પ્રત્યે ટૂંકી કવિતા સાથે પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ગુલઝારના જન્મદિવસ નિમિત્તે મેઘના ગુલઝારે શેર કરી કવિતા - ગુલઝાર
પ્રખ્યાત ગીતકાર ગુલઝાર આજે 85 વર્ષના થયા છે. ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આ દિવસને વધુ વિશિષ્ટ બનાવવા માટે તેમની પુત્રી અને ફિલ્મ નિર્માતા મેઘના ગુલઝારે વરિષ્ઠ કવિ પ્રત્યે ટૂંકી કવિતા સાથે પ્રેમ વ્યક્ત કર્યો હતો.
મેઘના ગુલઝારે ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. આ સાથે જ મેઘના ગુલઝારે એક કવિતા શેર કરી છે. તેના પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો છે અને પિતા-પુત્રના સંબંધ વિશે ભાવનાત્મક પોસ્ટ કરી છે.
મેઘના ગુલઝારની કવિતાનો ભાવાર્થ, "હું જાણું છું કે, હું સુરક્ષિત છું કારણ કે તમે મારો હાથ પકડ્યો છે. હું જાણું છું કે, હું સાચા રસ્તા પર ચાલું છું કારણ કે, તમાની આંગળી મને રસ્તો બતાવે છે. હું જાણું છું કે, હું લખી શકું છું કારણ કે તમારી શાહી મારામાં વહે છે. હું જાણું છું કે, હું મારું કામ નિષ્ઠાથી કરી શકું છું, કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો. હું જાણું છું કે હું છું, કારણ કે તમે છો મારા માટે,"