- મૌની રોયે ફરીથી ગ્લેમરસ ફોટા શેર કર્યા
- મૌનીના ફેન્સને ફોટા ખૂબ પસંદ પડ્યા
- વીકેન્ડમાં પુલના કિનારે એન્જોય કરે છે
ન્યૂઝ ડેસ્ક- બોલીવુડ અભિનેત્રી મૌની રોય ( Mouni Roy ) પોતાની ફિલ્મોમાં સૌથી વધુ ગ્લેમરસ લૂક્સ માટે ચર્ચામાં રહે છે. મૌની રોય સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ છે અને તે પોતાની મજેદાર તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરે છે. હવે ચોમાસાની ઋતુમાં મૌની રોયે ફરી એકવાર બિકીનીમાં પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો-HIV પીડિત બાળકો માટે મૌની રોય બની સાન્તા ક્લોઝ
મૌનીએ પ્રિન્ટેડ કલરની બિકીની પહેરી છે
મૌની રોય વીકએન્ડ પર પુલના કિનારે એન્જોય કરતી જોવા મળી છે અને તેણે પ્રિન્ટેડ કલરની બિકીની પહેરી છે. મૌની રોય વીકેન્ડ પર કયાં એન્જોય કરે છે, તે તો ખબર નથી પડી, પણ ફોટા જોઈએ તો પાછળના બેકગ્રાઉન્ડમાં ગ્રીનરી જોવા મળી રહી છે. બિકીનીમાં મૌની રોયની ખૂબસુરતી અને ટોન્ડ બોડી ગજબની જોવા મળી રહી છે.