મુંબઇ: એકતા કપૂરની વેબ સિરીઝને લઈને ઇન્ટરનેટ પર થયેલા વિવાદેએ એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આર્મી યુનિફોર્મ, પ્રોટોકોલ અને આર્મી ઓફિસરની પત્ની પર એક અશ્લીલ વેબ સિરીઝ સીન પર માસ્ટર શિફુજીનો વીડિયો વાઇરલ થયો છે. જેને યુટ્યૂબ પર એક દિવસમાં 7 મિલિયનથી વધુ લોકોએ જોયો છે.
ઇન્ટરનેટના વિવિધ માધ્યમો પર 10 કરોડથી વધુ લોકોએ આ વીડિઓ જોઈ અને શેર કર્યો છે.
ગ્રાન્ડમાસ્ટર શિફુજીની અભિવ્યક્તિની સ્વતંત્રતામાં યોગ્ય પ્રતિબંધો સાથે તાત્કાલિક સુધારાની માંગ કરતી 'ટ્વીટ' પણ વાઇરલ થઇ છે.
ગ્રાન્ડમાસ્ટર શિફુજીએ વીડિયોમાં જણાવ્યું છે કે, સેના આપણા રાષ્ટ્ર માટે સાહસ અને વફાદારીથી લડી રહી છે, તેને બદનામ કરવામાં આવી છે. આ વીડિઓ વર્ણવે છે કે કેવી રીતે આપણા સૈનિકો મુશ્કેલીઓનો સામનો કરે છે, અને તો પણ જુસ્સા અને નિશ્ચયથી રાષ્ટ્રની સુરક્ષા કરવાની ફરજ માટે સમર્પિત હોય છે.
માસ્ટર શિફુજીનો વીડિયો વાઇરલ થયા પછી, ઘણી કમેન્ટ્સ આવી જેમાં લોકોએ ગુસ્સાની સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને એકતા કપૂરની વેબ સિરીઝ માટે ટીકા કરી.