નવી દિલ્હીઃ ઓરિજિનલ નિર્માતા અને ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા 'મસકલી 2.0' ગીતના આલોચના બાદ આ હિટ સોન્ગના નવા વર્જનને લઈ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) અને જયપુર પોલીસે પણ આ ગીતને ટ્રોલ કર્યુ છે.
ડીએમઆરસીએ ઓરિજિનલ સોન્ગના અમુક સીન્સ દિલ્હી મેટ્રોમાં શૂટ થયા હોવાની વાતને યાદ કરતાં ટ્વિટ કર્યુ કે, 'ઓરિજિનલ ટ્રેકને કોઈ પણ પછાડી ન શકે. આમ પણ તે ગીતનો ભાગ અમે પણ હતાં, તેથી અમે તે ગીતનો જ પક્ષ લેવાના.' ઓરિજિનલ ગીતમાં સોનમ કપુર અને અભિષેક બચ્ચન છે. જેના અમુક સીન્સ દિલ્હી મેટ્રોમાં પણ શૂટ કરવામાં આવ્યાં હતાં.
દિલ્હી મેટ્રોના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા સોનમે ટ્વિટ કરી દિલવાળું ઈમોજી શેર કર્યુ હતુ. મસકલી ગીતના નવા વર્ઝનને ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હી મેટ્રો બાદ જયપુર પોલીસે પણ મજાકીયા અંદાજમાં આ ગીત પર નિશાન સાધ્યું છે. જયપુર પોલીસે એક મીમ શેર કરતાં કહ્યું કે, અમે આ ગીતનો ઉપયોગ એ લોકોને સજા આપવા માટે કરીશું જે લોકડાઉન દરમિયાન બિનજરુરૂ ઘરની બહાર નિકળી શહેરમાં ફરી રહ્યા્ં છે.
ઓરિજિનલ 'મસકલી' ગીતને મોહિત ચૌહાને ગાયું હતું. પ્રસુન જોશીએ લખેલા આ ગીતને સંગીતકાર એ.આર, રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું હતુ. આ ગીત 2006માં આવેલી ફિલ્મ 'દિલ્હી 6' નું છે. આ ગતીનું નવું વર્ઝન બનતાં રહમાન અને જોશીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી બાજુ અનેક લોકો ગીતની રિમેકને ટ્રોલ કરી રહ્યાં છે.