ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મેરી કોમ'ના નિર્દેશક ઓમંગ કુમારે બાળ કલાકાર તરીકે ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી

'મેરી કોમ' ફિલ્મના નિર્દેશક ઓમંગ કુમારે સિત્તેરના દાયકામાં બાળ કલાકારના રૂપમાં શરૂઆત કરી હતી. ઓમંગ 1979માં રીલીઝ થયેલી ફિલ્મ 'ગુરૂ હો જા શુરૂ'માં બાળ કલાકાર રૂપે નજર આવ્યા હતા.

etv bharat
મેરી કોમ'ના નિર્દેશક ઓમંગ કુમારે બાળ કલાકાર તરીકે ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી

By

Published : Apr 15, 2020, 7:11 PM IST

મુંબઈઃ ઓમંગ કુમાર બી. આર્ટ ડાયરેક્ટરથી ફિલ્મકાર બન્યા છે. તેમણે 2014માં આવેલી ફિલ્મ 'મેરી કોમ'નું નિર્દેશન કરી ખુબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તેઓએ થોડી જ ફીલ્મો કરી છે. પરંતુ ઘણા લોકો આ વાતથી અજાણ હશે કે, તેમણે સિત્તેરના દાયકામાં બાળ કલાકાર તરીકે ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી.

વર્ષ 1979માં આવેલી ફિલ્મ 'ગુરૂ હો જા શુરૂ' માં તેમણે બાળ કલાકારની ભુમીકા ભજવી હતી. આ એકશન કોમેડી ડ્રામા ફિલ્મ હતી. જેમાં અશોક કુમાર, મહેન્દ્ર સંધુ, પ્રેમા નારાયણ, દેવ મુખર્જી અને રણજીત હતા.

શિવ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ વિશે ઓમંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે 'ગુરૂ હો જા શુરૂ', વર્ષે 1979માં આવેલી ફિલ્મમાં બાળ કલાકાર રૂપે મેં ખુબ જ આનંદ લીધો હતો. તેમજ તેમણે લખ્યુ કે હે ભગવાન ત્યારે હુ કેટલો નાનો હતો અને હા મને વરસાદનો સીન યાદ છે. ફિલ્મમાં ઓમંગે અભિનેતા મહેન્દ્ર સંધુના બાળપણની ભુમિકા ભજવી હતી.

ABOUT THE AUTHOR

...view details