ટ્રેલરની શરૂઆતમાં જ જબરદસ્ત એક્શન અને ડ્રામાથી ભરપુર ડાયલૉગ જોવા મળે છે. લવ સ્ટોરી પર આધારીત આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત " મંદિર ઔર મસ્જિદ દોનો મિલેંગે, ગુજરેગા ઈસ દેશ કી જિસ ગલી સે.... મદદ મિલેગી હર કિસી કો, માંગો અલી સે યા બજરંગબલી સે.." સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં તારા સુતરીયા રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
'મરજાવાં' ફિલ્મનું ટ્રેલર આઉટ, ડ્રામા અને એક્શનથી ભરપુર છે લવસ્ટોરી - marjaavaan trailer
મુંબઈઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ 'મરજાવાં'નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર જોતાં જ આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપુર હોય તેવુ લાગી રહ્યું છે.

Bollywood news
મિલાપ મિલન જવેરી દ્વારા લખાયેલી અને નિર્દેશિત થયેલી આ ફિલ્મ ભુષણ કુમાર, દિવ્ય કુમાર ખોસલા અને કુષ્ણ કુમાર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. સિદ્ધાર્થ અને તારા એકબીજાના પ્રેમમાં પડે છે, ત્યાર બાદ આ ફિલ્મમાં રિતેશ દેશમુખની વિલન તરીકે અન્ટ્રી થાય છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે.