મર્દાની-2 ફિલ્મના પ્રોડ્યુસર આદિત્ય ચોપડા અને ડિરેક્ટર ગોપી પુથરન છે. મર્દાની-2 ફિલ્મ વર્ષ 2014માં આવેલ ફિલ્મ મર્દાનીની સીક્વલ છે. આ ફિલ્મમાં પણ રાનીએ એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી અને દબંગ પાત્રમાં જોવા મળી હતી. આ પાત્રમાં રાનીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
મર્દાની-2નું પ્રથમ લુક રિલીઝ, દબંગ અવતારમાં જોવા મળી રાની - Gujarati news
મુંબઈઃ બૉલીવુડ ઍક્ટ્રેસ રાની મુખર્જી હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ મર્દીની-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં રાની મુફર્જી ખૂબ જ પ્રેરણાદાયક અંદાજમાં જોવા મળી રહી છે.
ફર્સ્ટ લુક
ફિલ્મ મર્દાનીને ડિરેક્ટર પ્રદીપ સરકાર કરી હતી અને પ્રોડ્યુસર આદિત્ય ચોપડા હતા. મર્દાની ફિલ્મ બાળ તસ્કરી પર આધારિત હતી અને તેમાં રાનીએ ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારી શિવાની શિવાજી રોયની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં રાનીની આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર સામે આવ્યું હતુ. આ લુક તેમની ફિલ્મની શૂટિંગ સમયનો હતો, જેમાં રાનીએ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેર્યુ હતું.