રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં પણ રાની પોલીસ ઓફિસરના જ રોલમાં છે. આ ફિલ્મમાં પણ રાની ‘શિવાની શિવાજી રોય’ તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ છે. આ ફિલ્મમાં તે એક નિર્દય રેપિસ્ટની પાછળ પડી છે. ફિલ્મ 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
'મર્દાની 2'નું ટ્રેલર રિલીઝ, રાની દમદાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે - મર્દાની 2નું ટ્રેલર રિલીઝ
મુંબઇ: બોલીવુડની અભિનેત્રી રાની મુખર્જી તેની હિટ ફિલ્મ મર્દાનીના સિક્વલ મર્દાની-2માં જોવા મળશે. ફિલ્મના રિલીઝ અગાઉ મેકર્સે ફિલ્મનો ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
રાની મુખર્જી મોટા પડદા પર છેલ્લીવાર 2018માં ફિલ્મ 'હિચકી'માં જોવા મળી હતી. મર્દાનીના પ્રથમ ભાગનું નિર્દેશન પ્રદીપ સરકારે કર્યું હતું. મર્દાની-2નું દિગ્દર્શન ડિરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શક ગોપીએ આ વખતે મર્દાની 2ની ખૂબ જ સુંદર સ્ક્રિપ્ટ લખી છે.
ટ્રેલરમાં કહાની દર્શાવવામાં આવી છે. તે રાજસ્થાનનાં કોટા શહેરની છે. જ્યાં આખા દેશનાં બાળકો PMT કે, IITની તૈયારી અને કોચિંગ કરવાં આવે છે. અહીંની પોલીસ ઑફિસર શિવાની શિવાજી રૉય એટલે કે. રાની મુખર્જી છે. આ શહેરમાં એક સાઇકો કિલર યુવતીઓ પર બળાત્કાર ગુજારી હેવાનિયતથી તેમની હત્યા કરી નાખે છે. શિવાની આ હેવાનને શોધવાનું કામ કરે છે.