મુંબઇઃ પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લરે યૂનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડની (યૂનિસેફ) સાથે મળીને કોરોના વાઇરસ સામે જાગૃતતા ફેલાવવાનો નિર્ણય કર્યો છે.
યૂનિસેફ ઇન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, છિલ્લર લોકોને ઘરમાં રહેવા અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની અપીલ કરી રહી છે, તેથી કોરોના વાઇરસના ફેલાવાને રોકી શકાય.
છિલ્લર કહે છે કે, 'કોરોના વાઇરસે આપણને બધાને એક સંકટમાં મૂક્યા છે, જે સીમાઓથી પાર છે અને ખૂબ જ ખતરનાક છે.'
તેણીએ આગળ કહ્યું કે, 'હું આ સમયે પોતાના ઘરમાં છું, કારણ કે, હું એ સુનિશ્ચિત કરવા ઇચ્છું છું કે, મારો પરિવાર અને મારા મિત્રો અને તે બધાં જ સુરક્ષિત રહો.'
22 વર્ષીય અભિનેત્રીએ કોરોના વાઇરસ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે જાણકારી આપી હતી.
તેણીએ કહ્યું કે, 'સોશિયલ ડિસ્ટંસિંગનો અર્થ છે કે, ઘર પર રહો અને જ્યારે આપણે કરિયાણાનો સામાન લેવા જાઇએ ત્યારે બીજી વ્યક્તિ સાથે અંતર બનાવવું જોઇએ.'
માનુષી હવે આગામી હિસ્ટોરિકલ-ડ્રામા ફિલ્મ 'પૃથ્વીરાજ'માં અક્ષય કુમારની સાથે જોવા મળશે.