અભિનેતા મનોજ જોશી શાનદાર મોકો મળવાથી ખુબ ઉત્સાહિત છે. મનોજે કહ્યું કે, ‘મને લાગે છે કે આ મારા માટે શાનદાર મોકો છે કે હું અમિત શાહનો રોલ ભજવી શકું. જ્યારે સંદીપ સિંહે મને આ રોલ માટે ફોન કર્યો તો મેં ત્યારે જ હા કરી દીધી. આ ફિલ્મના ખાસ કિરદારો માંથી એક છે અને હું મારા આ રોલને શ્રેષ્ઠ ભજવી આપીશ.’
મોદી બાયોપિકમાં અમિત શાહના રોલમાં જોવા મળશે મનોજ જોશી - movie
મુંબઈઃ અભિનેતા મનોજ જોશી આવનારી બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોલમાં જોવા મળશે.
amit shah
ફિલ્મ પ્રોડ્યુસર સંદીર સિંહે કહ્યું કે. ‘આ ફિલ્મમાં ખાસ રોલમાંથી એક છે અને આ મનોજ જોશીથી સારુ કોઈ ન કરી શકે. તે બઘાથી પ્રતિભાશાળી અને મહેનતી અભિનેતાઓમાંથી એક છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર છે.’
ફિલ્મમાં જરીના વહાબ, પ્રશાંત નારાયણન, બોમન ઈરાની, બરખા બિષ્ટ સેનગુપ્તા, દર્શન કુમાર, અક્ષત આર. સલૂજા, અંજન શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ગુપ્તા અને યતિન કાર્યેકર જેવા અભિનેતાઓ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં વિવેક આનંદ ઓબરૉય મોદીના રોલમાં જોવા મળશે.