- મનોજ બાજપેયીને ફિલ્મ ભોંસલે માટે મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
- મુંબઈમાં સ્થળાંતર કરતા લોકો પર આધારિત છે ફિલ્મ 'ભોંસલે'
- ગણપત ભોંસલેની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે બાજપાયી
મુંબઈ: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની 67 મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. હિન્દી ફિલ્મ 'ભોંસલે' માટે મનોજ બાજપેયી અને તમિલ ફિલ્મ 'અસુરન'માં તેની ભૂમિકા માટે ધનુષને સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હેઠળ સંયુક્તપણે સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ફિલ્મ પર અને મારા પર વિશ્વાસ કરનારા દરેક લોકોનો આભાર
બાજપાઇએ કહ્યું, હું આ ફિલ્મ પર વિશ્વાસ કરનારા અને મારા પર વિશ્વાસ કરનારા દરેક લોકો માટે ખૂબ જ ખુશ અને આભારી છું. હું મારા ડિરેક્ટર દેવાશિષ મખીજા અને મારા સહ કલાકારો સંતોષ (જુવેકર) અને ઇપ્શિતા (ચક્રવર્તી), મારા નિર્માતાઓ સંદીપ કપૂર, પિયુષ સિંહ, સૌરભ (ગુપ્તા) અને આ બધા લોકોનો આભારી છું. હું દિલથી દરેકનો આભાર માનું છું અને આ ફિલ્મનું સમર્થન કરનાર દરેકનો આભારી છું. મને ખરેખર લાગે છે કે આ એવોર્ડ ફક્ત મારા માટે જ નહીં, પણ તમારા બધા માટે પણ છે. જ્યારે 'ભોંસલે' એ રાષ્ટ્રીય એવોર્ડથી તેની યાત્રા પૂર્ણ કરી છે, ત્યારે હું ફક્ત આભાર વ્યક્ત કરી શકું છું બીજું કંઇ નહીં.
આ પણ વાંચો: 67મો નેશનલ ફિલ્મ એવોર્ડ : કંગના રનૌત, મનોજ બાજપેયી અને ધનુષે મારી બાજી