મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને સ્ટાર પાવર પ્લે વિવાદમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારાઓમાં 'ગેંગ્સ ઓફ વાસેપુર' અભિનેતા મનોજ બાજપેયીનું નામ પણ શામેલ છે.
બોલિવૂડમાં નેપોટિઝમ પર મનોજ બાજપેયી અભિનેતાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી સામાન્ય ગુણોવાળી વ્યક્તિની ઉજવણી કરે છે અને જેઓ ખરેખર પ્રતિભાશાળી છે તેમને અવગણે છે.
બોલિવૂડમાં નેપોટિઝમ પર મનોજ બાજપેયી મનોજે કહ્યું, 'મને આની સાથે શરૂઆત કરવા દો, દુનિયા બરાબર નથી. હું આ વાત 20 વર્ષથી કહી રહ્યો છું. કારણ કે, ઇન્ડસ્ટ્રી આના જેવી છે. ઇન્ડસ્ટ્રી વિશે ભૂલી જાઓ, એક રાષ્ટ્ર તરીકે પણ અમે આવી વસ્તુઓની ઉજવણી કરીએ છીએ. કંઇક ક્યાંક ખૂટે છે. આપણા વિચારમાં આપણી મૂલ્ય પ્રણાલીમાં જ્યારે આપણે પ્રતિભા જોઈએ છીએ, અમે તરત જ તેને અવગણવા અને તેને દૂર કરવા માંગીએ છીએ. આ આપણી મૂલ્ય પ્રણાલી છે જે દુ: ખી છે.
જણાવી દઈએ કે, સુશાંત અને મનોજે એક સાથે ડકૈત આધારિત ફિલ્મ 'સોનચિડિયા'માં સાથે કામ કર્યું હતું. બાજપાઇએ વધુમાં કહ્યું કે, ઇન્ડસ્ટ્રીને સમય-સમય પર જાતે તપાસ કરતા રહેવું પડશે નહીં તો પ્રેક્ષકોને ટીકાઓનો સામનો કરવો પડશે.
તેમણે કહ્યું, 'મેં આ અગાઉ પણ કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીએ પ્રતિભાને બરબાદ કરી દીધી છે, એટલી બધી પ્રતિભાઓને જેમને અહીં પોતાનો અધિકાર આપવામાં આવ્યો નથી, તેઓ બીજા દેશોમાં વિશ્વના શ્રેષ્ઠ અભિનેતા હોત. પરતું અમને કાઈ ફર્ક નથી પડતો. પ્રથમ, જો તમારી પાસે પ્રતિભા નથી, તો તમારે ખૂબ ભાગ્યશાળી હોવું જોઈએ. હું આ સિસ્ટમ વિશે વાત કરું છું. આ ઇન્ડસ્ટ્રીની ખરાબ ટેવ છે. હું કોઈને જવાબદાર નથી રાખતો. હું આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છું. તેથી જ મેં મારા જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, આપણે પોતાને અંદર જઈને જોવું પડશે અને તેને સાફ કરવું પડશે. નહીં તો સામાન્ય લોકોએ ક્રોધ, શ્રાપ સહન કરવો પડશે અને અંતે આપણે તેમની વચ્ચે આદર સનમાન ગુમાવું પડશે.
અભિનેતાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સમય તે જ રીતે બતાવ્યો જેમ કે કોઈ સામાન્ય રીતે 'સાવકી માતા સાથે રહેવું.
મનોજ પહેલાં રવિના ટંડન, 'સ્ટાઇલ' અભિનેતા સાહિલ ખાન અને કંગના રનાઉત વગેરે સહિતના ઘણા સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીના ટ્રેન્ડ પર સવાલ ઉઠાવવા અને તેમના કડવા અનુભવો શેર કરવા આગળ આવ્યા છે.