મુંબઈઃ નેપાળી મૂળની બૉલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ ભારત અને નેપાળ વચ્ચેની લિપુલેખ અને કલાપણી કેસ અંગે પોતાનો મત રજૂ કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે નેપાળ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નકશાને ટેકો આપ્યો હતો, જેમાં કલાપણી અને લીપુલેખ જેવા બે વિવાદિત ક્ષેત્રોના સમાવેશ વિશેની માહિતી સામેલ છે.
ભારત-નેપાળ વચ્ચે લિપુલેખ-કલાપણી વિવાદઃ મનીષા કોઈરાલાના ટ્વિટર પર થઈ ટ્રોલ - Bollywood news
નેપાળી મૂળની બૉલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ ભારત અને નેપાળ વચ્ચેની લિપુલેખ અને કલાપણી કેસ અંગે પોતાનો મત રજૂ કરતાં ટ્વીટ કર્યું છે. જેને લઈ તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે.
જોકે, તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે. મનીષાના આ ટ્વીટને તેના મોટાભાગના ભારતીય ચાહકો પસંદ નથી કરી રહ્યાં અને તેમને ટ્રોલ કરી રહ્યાં છે. વિદેશ પ્રધાને લીપુલેખ અને કલાપાણીના વિવાદ પર ટ્વીટ કર્યું હતું. જેના પર મનીષાએ ટ્વીટ કર્યું કે, "અમારા નાના દેશનું ગૌરવ રાખવા બદલ આભાર. હું ત્રણેય મહાન દેશો વચ્ચે શાંતિપૂર્ણ અને પ્રતિષ્ઠિત સંવાદની રાહ જોઉ છું."
એક યુઝરે કહ્યું કે, પાકિસ્તાનીઓ પછી હવે નેપાળી લોકોએ ભારતને નીચું દેખાડી બૉલિવૂડે તેનું સ્થાન બતાવી દીધું છે, શું આપણા દેશની અખંડિતતા વિશે ભારતીય કલાકારો તરફથી કોઈ નિવેદન આવ્યું નહી. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, મનીષા તેમને શરમ આવવી જોઈએ તમારે ભારત છોડી દેવું જોઈએ. આ સિવાય પણ અનેક યુઝર્સે મનિષાને ટ્રોલ કરી તેમની નિંદા કરી છે.