ફિલ્મ ડાયરેક્ટર મણી રત્નમને 2004થી હ્દય સંબધી બિમારી છે. 2004માં દ યુવા ફિલ્મના શુટિંગ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 2015માં શ્રીનગરમાં પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત વધુ બગડી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક દિલ્હી લઈ જવાયા હતાં. આ દરમિયાન તેમને લોકોની નજરથી દુર રખાયા હતા. હાલમાં તેઓ પોની ઈન સેલવન નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેમાં પણ વિલંબ થઈ રહ્યો છે.
ડિરેક્ટર મણિ રત્નમની તબિયત લથડી, ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ખસેડાયા - bollywood
ન્યુઝ ડેસ્કઃ હદય સંબધી બિમારીના કારણે નિર્દેશક મણીરત્નમની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેમને તાત્કાલીક ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ ફિલ્મ અમરાર કાલકીના પુસ્તક પર આધારિત છે. લાયકા પ્રોડક્શને ફિલ્મ બનાવવા માટે હાથ અધ્ધર કરી લેતા તેેઓ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાતે વાત કરવાનું વિચારી રહ્યા હતાં. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચનને લેવાની વાત ચાલી રહી હતી. ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન. આમલા પૉલ, જયરામ રવિનું નામ પણ ચર્ચામાં હતું. આ ફિલ્મ બાહુબલી જેટલા બજેટની બનનાર હતી. મણિ રત્નમની છેલ્લી ફિલ્મ ચાકુ ચિંતા બનામ હિટ થઈ હતી.હવે મણી રત્નમથી તબિયતને લઈને આ સમાચાર આવતા આગામી પ્રોજેક્ટને અસર થશે. તેમની તબિયતને લઈ તેમના પ્રશંસકોમાં ચિંતા જોવા મળી છે.