ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીનાને નવજાતના આગમનની શુભેચ્છા આપવા એકત્રિત થયા બોલીવુડ સિતારા - બોલીવુડ ન્યુઝ

કરીના કપૂર ખાને તાજેતરમાં જ બીજા પુત્રને જન્મ આપ્યો છે, ત્યારે નવજાત અને તેની માતાને શુભેચ્છાઓ પાઠવવા માટે માસી કરિશ્મા કપૂર સહિત મલાઈકા અરોરા, ફિલ્મકાર કરન જોહર, નતાશા પૂનાવાલા, મનિષ મલ્હોત્રા અને અમૃતા અરોરા બુધવારના રોજ એકત્રિત થયા હતાં.

મુંબઈ
મુંબઈ

By

Published : Mar 5, 2021, 4:44 PM IST

Updated : Mar 5, 2021, 8:13 PM IST

  • તૈમુરની ક્યુટનેસ સોશિયલ મીડિયા પર રહે છે ચર્ચામાં
  • કરીનાએ વર્ષની શરુઆતમાં આપ્યો હતો બીજા બાળકને જન્મ
  • શુભેચ્છા આપવા એકત્રિત થયા બોલીવુડ સિતારાઓ

મુંબઈ: બોલીવુડ ક્વિન કરીના કપૂર ખાન તેની પ્રથમ ગર્ભાવસ્થાને લઈને ખુબ ચર્ચામાં હતી અને તેના પ્રથમ પૂત્ર તૈમુરે પણ તેની ક્યુટનેસને કારણે સોશિયલ મીડિયામાં ઘણું ફેન-ફોલોઈંગ ઉભું કર્યું હતું. કરીના આ વર્ષની શરૂઆતમાં બીજી વખત મા બની છે ત્યારે ફરી સોશિયલ મીડિયામાં તેના ફેન્સને નવો ચર્ચાનો વિષય મળ્યો છે. ઉપરાંત બોલીવુડ સાથે સંકળાયેલા કરીનાના મિત્રોમાં પણ નવાં મહેમાનના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવ્યું નવું સદસ્ય, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

અભિનંદન આપવા કરીનાના મિત્રો થયા એકત્રિત

કરીના અને સૈફ અલી ખાનના બીજા પૂત્રના આગમન પર તેમને શુભેચ્છા આપવા માટે ગત બુધવારે માસી કરિશ્મા કપૂર, બોલીવુડ અભિનેત્રી મલાઈકા અને અમૃતા અરોરા, ફિલ્મકાર કરન જોહર, બિઝનેસ વુમન નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા એકત્રિત થયા હતાં.

Last Updated : Mar 5, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details