- મલાઈકા અરોરાએ એન્ગેજમેન્ટ રિંગ સાથે શેર કરી તસવીરો
- ચાહકો દ્વારા અર્જુન કપૂરનું નામ દઈને આપવામાં આવી શુભેચ્છાઓ
- પાછળથી આ માત્ર એક બ્રાન્ડના પ્રમોશન માટે હોવાનું સામે આવ્યું
હૈદરાબાદ: અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મલાઈકા પોતાના કરિયર કરતા વધારે અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈને વધારે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણીએ ઈન્સ્ટાગ્રામ પર ડાયમંડ રિંગ પહેરીને એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો બાદ ચાહકો દ્વારા અર્જુન કપૂરનું નામ દઈને તેણીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મલાઈકાએ અર્જુન સાથે ફોટો કર્યો શેર, યૂઝર્સે કરી ટ્રોલ
લાઈટ પીચ રંગનો ડ્રેસ લૂકને બનાવે છે વધુ આકર્ષિત
આ તસવીરોમાં તે ડાયમંડ રિંગ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં મલાઈકાનો ચહેરો અને આંગળીમાં પહેરેલી ડાયમંડ રિંગ જોવા મળી છે. તસવીરમાં તેણીએ લાઇટ પીચ રંગનો નેટ ડ્રેસ પહેરેલો છે. જે તેના લૂકને વધુ આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો:પુત્ર અરહાન અને બોયફ્રેન્ડ અર્જુન સાથે જોવા મળી મલાઈકા અરોરા
બ્રાન્ડ પ્રમોશન માટે તસવીરો કરી હતી શેર
આ તસવીરો જોયા બાદ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે સગાઈ કરી લીધી છે. જોકે, આ વાત તદ્દન પાયાવિહોણી છે અને મલાઈકા અરોરા દ્વારા માત્ર એક બ્રાન્ડના પ્રમોશન માટે આ તસવીરો શેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. તેઓ ઘણી જગ્યાઓએ સાથે પણ જોવા મળ્યા છે.