મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2016માં ડિવોર્સ લીધા હતા. બંનેને એક દિકરો અરહાન પણ છે, જે મલાઇકા સાથે રહે છે. ગત્ત દિવસોમાં એક રેડિયો શો પર પહોંચેલી મલાઇકાએ અરબાઝ સાથેના ડિવોર્સ પર ખુલીને વાત કરી હતી.
મલાઇકાએ રેડિયો પર કરીના કપૂરના શોમાં અરબાઝ સાથે ડિવોર્સની વાત પર કહ્યું હતું કે, મેં મારા નિર્ણયને લઇને મારા પરિવાર અને નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે વાત કરી હતી. તમામ લોકોએ આના પર મને ફરીથી વિચારવા કહ્યું હતું.
મલાઇકાએ કહ્યું કે, બધા લોકોની પહેલી સલાહ એ જ હતી કે, ના કર... કોઇ તમને ના કહે કે, હાં હાં, પ્લીઝ જાઓ અને ડિવોર્સ લો. આ જ પહેલી વાત હોય છે કે, સમજી વિચારીને નિર્ણય લો. હું પણ આ સમયમાંથી પસાર થઇ હતી.
મલાઇકાએ શો પર ડિવોર્સ સાથે જોડાયેલી વાતો શેર કરતાં કહ્યું કે, તેમના પરિવારે તેને ડિવોર્સની સુનાવણીના આગળની રાત્રે પણ બધી વસ્તુઓ વિચારીને કરવા કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, પરિવારે કહ્યું હતું કે, શું તું શ્યોર છે... શું તું તારા નિર્ણય વિશે 100 ટકા શ્યોર છે... એટલે મને લાગે છે કે, એવું કંઇક હતું જેના પર મેં તમામ લોકોની શાંતિથી વાત સાંભળી હતી. આ લોકો છે, જે મારી ચિંતા કરે છે અને એટલે જ મારા નિર્ણયને લઇને એ જરૂરથી આમ કહેશે.
પરિવાર અને મિત્રો દ્વારા ડિવોર્સ લેતા સમયે સાથે રહેવા પર મલાઇકાએ જણાવ્યું કે, જો કે, એકવાર મારા મિત્રો અને પરિવારના સભ્યોને લાગ્યું કે, અરબાઝની સાથે પોતાના લગ્નને સમાપ્ત કરવા ઇચ્છું છું, તે સાથે હતા. તમામ લોકોએ કહ્યું કે, જો આ નિર્ણય તું લઇ રહી છે, તો વાસ્તવમાં તારા માટે અમને ગર્વ છે, તુ એક મજબૂત મહિલા છે. જેનાથી મને ખૂબ જ તાકત મળી હતી.
અલગ થવાના નિર્ણય વિશે મલાઇકાએ જણાવ્યું કે, એ ક્યારેય સરળ ન હતું. દિવસના અંતે હું કોઇને દોષી ગણાવા ન જોઇએ. તમારે હંમેશા કોઇ સામે પ્રશ્ન ઉઠાવવાની જરૂર નથી. મને લાગે છે કે, આ વસ્તુઓ જ તમારા વિશે ઘણું કહી જાય છે.
અરબાઝ અને મલાઇકાએ છૂટા થવા પહેલા આ નિર્ણય પર વિચાર પણ કર્યા હતા.
અરબાઝ અને મલાઇકાને એક 17 વર્ષનો દિકરો અરહાન છે. તેમણે કહ્યું કે, હું મારા બાળકને એક સુંદર અને ખુશ વાતાવરણમાં જોવા માગું છું જે સમગ્ર રીતે અલગ છે. સમયની સાથે મારો દિકરો પણ તેનો સ્વીકાર કરી રહ્યો છે. તે જોઇ શકે છે કે, અમે બંને અમારા લગ્નથી જેટલા ખુશ હતા તેના કરતા અલગ થવાથી વધુ ખુશ છીએ.
વધુમાં તેણીએ કહ્યું કે, અરહાને મારી પાસે આવીને કહ્યું કે, માં, તને ખુશ જોઇને અને હસતા જોઇને મને સારું લાગે છે.
વધુમાં અરબાઝ સાથે મલાઇકના કથિત રીતે ડિવોર્સ બાદ અર્જૂન કપૂર સાથે ડેટ કરતી જોવા મળે છે.