ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હ્રિતિક-કંગના વચ્ચે મેઈલ વોર મામલો, મુંબઈ પોલીસે હ્રિતિક રોશનને મોકલ્યું સમન્સ - સમન્સ

બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત અને અભિનેતા હ્રિતિક રોશન વચ્ચેની મેઈલ વોરમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. કારણ કે, આ વિવાદ અંગે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હ્રિતિક રોશનને સમન્સ પાઠવ્યું છે. હવે હ્રિતિકનું નિવેદન નોંધવામાં આવશે. અભિનેતા શનિવારે ક્રાઈમબ્રાન્ચને નિવેદન આપશે.

હ્રિતિક-કંગના વચ્ચે મેઈલ વોર મામલો, મુંબઈ પોલીસે હ્રિતિક રોશનને મોકલ્યું સમન્સ
હ્રિતિક-કંગના વચ્ચે મેઈલ વોર મામલો, મુંબઈ પોલીસે હ્રિતિક રોશનને મોકલ્યું સમન્સ

By

Published : Feb 26, 2021, 7:30 PM IST

  • કંગના અને હ્રિતિક વચ્ચે ઈ-મેઈલ વોરનો મામલો
  • આ કેસની તપાસ હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરશે
  • હ્રિતિકે સાઈબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી હતી

મુંબઈઃ અભિનેતા ક્રાઈમબ્રાન્ચના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટમાં આવીને હ્રિતિક રોશન પોતાનું નિવેદન નોંધાવશે. જોકે, વર્ષ 2016માં જ્યારે હ્રિતિકે કંપનાના એકાઉન્ટથી 100થી વધારે ઈમેઈલ મોકલવાની ફરિયાદ કરી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે.

કંગનાના આઈડીથી 100 ઈ-મેઈલ મોકલાયા હોવાનો હ્રિતિકનો આક્ષેપ

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસ પહેલા હ્રિતિક રોશનના આ મામલાને સાઈબર સેલથી ક્રાઈમ બ્રાન્ચ ઈન્ટેલિજન્સ યુનિટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હ્રિતિક રોશનનો આરોપ છે કે, 2013થી 2014 વચ્ચે 100 ઈમેઈલ મોકલવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, આ ઈમેઈલ કંગના રણૌતની મેઈલ આઈડીથી મોકલવામાં આવ્યા હતા. આ અંગે હ્રિતિક રોશને સાઈબર સેલમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી. આ મામલો ટ્રાન્સફર કરવાની જાણકારી મુંબઈ પોલીસે આપી હતી.

હ્રિતિકના વકીલે મામલો ટ્રાન્સફર કરવા પોલીસ કમિશનરને લખ્યો હતો પત્ર

એક રિપોર્ટ અનુસાર, હ્રિતિક રોશનના વકીલ મહેશ જેઠમલાણીએ મામલો ટ્રાન્સફર કરવા માટે મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, આ મામલામાં સાઈબર સેલ આગળ કંઈ કરી શકતી નથી. તેવામાં આ મામલાને ટ્રાન્સફર કરી દેવો જોઈએ. મહત્ત્વનું છે કે, વર્ષ 2016માં હ્રિતિક રોશન અને કંગના રણૌત વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તે સમયે બંનેએ એકબીજાને નોટિસ મોકલી હતી. હ્રિતિક રોશને કંગના રણૌતને નોટિસ મોકલી માફી માગવા જણાવ્યું હતું. આ સમગ્ર વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે કંગના હ્રિતિક સાથે સંબંધમાં હતી.

ABOUT THE AUTHOR

...view details