મુંબઈઃ મહેશ ભટ્ટની કાયદાકીય ટીમે માહિતી આપી છે કે, તેમને બ્લેકમેલ અને જાતીય સતામણીના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી કોઈ નોટિસ મળી નથી.
રાષ્ટ્રીય મહિલા પંચે જણાવ્યું હતું કે, મહેશ ભટ્ટ, ઉર્વશી રૌતેલા, ઇશા ગુપ્તા, મૌની રોય અને પ્રિન્સ નરૂલા સામે નોટિસ ફટકારી છે. જે અંતર્ગત તેઓએ જાતીય સતામણી અને મોડેલિંગમાં કામ કરવાના નામે અનેક છોકરીઓને બ્લેકમેલ કરવાના આરોપી સામે તેમના નિવેદન લેવાના છે. મીડિયા અને સોશ્યિલ મીડિયામાં રજૂ થયેલા અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આઇએમજી વેન્ચર્સને પ્રોત્સાહન આપનારા આ સેલિબ્રિટીઝને નવી નોટિસ ફટકારવામાં આવી હતી, જેમણે 6 ઓગસ્ટના રોજ સુનાવણી માટે હાજર રહેવાનું કહ્યું હોવા છતાં તે લોકો આવ્યા નહતાં.
ફિલ્મ નિર્માતા દ્વારા આયોગને મોકલાયેલા પત્રમાં લખ્યું છે કે, " મહિલા કમિશન તરફથી આવી કોઈ નોટિસ મળી નથી, જેનો તમે તમારા ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે."