મુંબઇઃ સિનેમા અને મોડલિંગમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહેલી છોકરીઓને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાના નામે તેમની સાથે શારિરીક શોષણ અને બ્લેકમેલિંગનો એક કેસ સામે આવ્યો છે. આ સંબંધે રાષ્ટ્રીય મહિલા આયોગે નિર્દેશક-નિર્માતા મહેશ ભટ્ટ અને બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સહિત અમુક લોકોએ કેસ દાખલ કરીને તેમને નોટિસ મોકલી છે.
મહેશ ભટ્ટનો NCWને જવાબ, કહ્યું- હું તપાસમાં સહયોગ કરીશ, જાણો શું છે સમગ્ર મામલો? - મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટે કહ્યું કે, હું 71 વર્ષનો છું અને જ્ઞાન વહેંચવા અને સોશિયલ મુદ્દામાં સપોર્ટ કરવા પર વિશ્વાસ રાખે છું.
સોશિયલ એક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ મહિલા આયોગ સાથે વાત કરી અને ફરીયાદ કરી હતી કે, આઇઆએજી વેન્ચર્સના પ્રમોટર સની વર્મા વિરૂદ્ધ આરોપ લાગ્યો હતો કે, તેણે છોકરીઓને મોડેલિંગમાં કરિયર બનાવવાનો અવસર આપવાને બહાને તેમનું શોષણ કર્યું અને તે બાદ તેમને બ્લેકમેલ પણ કરી હતી. આ મામલે મહેશ ભટ્ટ અને ઉર્વશી રૌતેલાને પણ નોટિસ મોકલવામાં આવી છે કારણ કે, આ બંનેના નામનો ઉપયોગ થયો છે. એવામાં હવે મહેશ ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે.
મહેશ ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ શેર કરતા પોતાના ઉપર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. મહેશ ભટ્ટે કહ્યું કે, મને ખુશી છે કે, મહિલા આયોગ પોતાનું કામ કરી રહ્યું છે. મહેશ ભટ્ટે સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું કે, તેમના આઇએમજી વેન્ચર સની વર્મા અને મિસ્ટર એન્ડ મિસેઝ ગ્લેમર 2020થી કોઇ સંબંધ નથી. મારા નામ અને પદનો પ્રમોશન માટે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેશ ભટ્ટે કહ્યું કે, તે 71 વર્ષના છે અને જ્ઞાન વહેંચવા અને સોશિયલ મુદ્દામાં સપોર્ટ આપવામાં વિશ્વાસ કરે છે. હું ત્રણ દિકરીઓનો પિતા છું અને હું મિસ યોગિતા અને મહિલા આયોગને પુરો સહયોગ આપવાનું વચન આપું છું.