ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તેલુગુ સ્ટાર મહેશ બાબુએ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી - तेलंगाना पुलिस महेश बाबू

લોકડાઉન દરમિયાન આરામ કર્યા વગર સતત કામ કરી રહેલી પોલીસની તેલુગુ સુપર સ્ટાર મહેશ બાબુએ પોલીસ જવાનોની સરાહના કરી હતી.

A
તેલુગુ સ્ટાર મહેશ બાબુએ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી

By

Published : Apr 9, 2020, 8:25 PM IST

હૈદરાબાદઃ દેશમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે પોતાના જીવની પરવાનગી કર્યા વગર રાત દિવસ કામ કરતી તેલંગણા પોલીસની સુપર સ્ટાર મહેશ બાબુએ પ્રશંસા કરી છે.

મહેશ બાબુએ ગુરુવારે ટ્વીટ કર્યુ હતું કે, 'કોવિડ-19 સામે લડાઈનું નેતૃત્વ કરતી તેલંગણા પોલીસનો હું દિલથી આભાર વ્યક્ત કરવા માગુ છું'

તેણે ટ્વીટમાં લખ્યુ હતું કે,'તેમની અથાગ મહેનત અસાધારણ છે. સૌથી પડકારજનક સમયમાં આપણા જીવન અને આપણા પરિવારોના આરોગ્ય રક્ષા કરવા બદલ ખુબ ખુબ આભાર'!!

તેમણે ઉમેર્યુ હતું કે,' આપણા દેશ અને દરેક ભારતીયો પ્રત્યે તેમના નિસ્વાર્થ સમર્પણને સલામ.#તેલંગણાપોલીસ #ઘરપરરહોસુરક્ષિતરહો.'

ABOUT THE AUTHOR

...view details