મુંબઈઃ રિયા ચક્રવર્તીની શબઘરમાં મુલાકાત પર રાજ્ય માનવાધિકાર આયોગ તરફથી મુંબઈ પોલીસ અને BMCને નોટિસ પાઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર SHRCએ પોલીસ અને નાગરિક અધિકારીઓને સોમવાર સુધીમાં આ મામલે વિસ્તૃત સમજૂતી રજૂ કરવા આદેશ આપ્યો છે.
રિયા ચક્રવર્તીની શબઘરની મુલાકાત અંગે મહારાષ્ટ્ર SHRCએ BMCને નોટિસ ફટકારી - મુંબઈ પોલીસ
રિયા ચક્રવર્તીની શબઘરમાં મુલાકાત પર રાજ્ય માનવાધિકાર આયોગ તરફથી મુંબઈ પોલીસ અને BMCને નોટિસ પાઠવવામાં આવી છે. મહારાષ્ટ્ર SHRCએ પોલીસ અને નાગરિક અધિકારીઓને સોમવાર સુધીમાં આ મામલે વિસ્તૃત સમજૂતી રજૂ કરવા આદેશ આપ્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, SHRCના ટોચના લોકોએ રિયા ચક્રવર્તીની 14મી જૂનના રોજ કૂપર હોસ્પિટલના આર.એન.ની શબઘરની મુલાકાત લેવાના વીડિયો અને સમાચાર અહેવાલો જોયા છે. બાદમાં તેઓએ SHRCની લીગલ વિંગને આ સંબંધિત જોગવાઈઓની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. કારણ કે, શબઘરની મુલાકાત માટે પરિવારના સભ્યોને જ પરવાનગી આપી શકાય. SHRCએ હોસ્પિટલના ડીનને કહ્યું હતું કે, રિયાને શબઘરમાં પ્રવેશ આપવાની પાછળના સંજોગો સમજાવો.
વીડિયો સોશિયલ મીડિયા અને ટેલિવિઝન પર વાઈરલ થયા પછી SHRCને ગયા મહિને આ મામલે અનેક ફરિયાદો મળી હતી, જેને પગલે સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતકથી સંબંધિત ન હોય તેવા લોકોની શબઘરમાં પ્રવેશની મંજૂરી નથી. આ બાબતમાં સામેલ તમામ લોકોએ સંભવિત રૂપે સંબંધિત કાનૂની પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.