મુંબઇઃ દેશમુખને કંગનાને લઇને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર તેના ડ્રગ કનેક્શનને લઇને તપાસ કરશે. દેશમુખે આ નિવેદન આપ્યા બાદ નાગપુર સ્થિત કાર્યાલયમાં મંગળવારે એક ધમકીભર્યો કોલ આવ્યો છે. કાર્યાલયના એક અધિકારીએ આ વાતની જાણકારી આપી છે.
કંગના વિવાદ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળી ધમકી - મહારાષ્ટ્ર મંત્રીઓ
બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ધમકી મળી છે. આ ધમકીની પાછળનું કારણ ગૃહ પ્રધાન દ્વારા અભિનેત્રી કંગના રનૌતને લઇને આપવામાં આવેલું નિવેદન છે.
મહત્વનું છે કે, કંગનાને મુંબઇને લાઇને એક નિવેદનને લીધે તેના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તણાવ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, તે કંગનાનના ડ્રગ કનેક્શનની તપાસ કરશે. ગૃહ પ્રધાન દેશમુખે કહ્યું કે, ધારાસભ્ય સુનીલ પ્રભુ અને પ્રતાપ સરનાઇક દ્વારા પ્રસ્તુત અનુરોધ અનુસાર, મેં વિધાનસભામાં જવાબ આપ્યો અને કહ્યું કે, કંગના રનૌત સંબંધે અધ્યય સુમનની સાથે હતા, જેમણે એક સાક્ષાત્કારમાં કહ્યું કે, તે ડ્રગ્સ લે છે અને તેમણે મજબૂર પણ કરે છે.
મુંબઇ પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે કંગના રનૌતની તપાસ કરવાને લઇને અભિનેત્રીએ પલટવાર કર્યો છે. કંગનાએ કહ્યું કે, હું મુંબઇ પોલીસ અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો આભાર વ્યક્ત કરું છું. કૃપા કરીને મારો ડ્રગ ટેસ્ટની તપાસ કરો. જો તમને ડ્રગ પેડલર્સની સાથે કોઇ પણ લિંક મળે છે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને હંમેશા માટે મુંબઇ છોડી દઇશ. તમને મળવા માટે ઉત્સુક...