મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેમના શાનદાર અભિનય ઉપરાંત સામાજિક કાર્યને કારણે પણ ચર્ચામાં રહે છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે અક્ષયે દરેક રીતે મદદ માટે આગળ આવ્યા. જેના કારણે પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.
અક્ષય કુમારના હેલિકોપ્ટર પ્રવાસને લઈ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબલે સવાલ ઉઠાવ્યા પરંતુ તાજેતરમાં, અભિનેતાએ હેલિકોપ્ટરમાં કરેલા તેમના વ્યક્તિગત પ્રવાસને કારણે, ચર્ચામાં આવ્યા છે. અભિનેતા નાસિક જિલ્લાનાં ત્ર્યંબકેશ્વર તાલુકાના અંજનેરી ગામની મુલાકાત માટે પહોંચ્યા હતા. અહેવાલ અનુસાર અક્ષયનું હેલિકોપ્ટર ત્યાંની એક શૈક્ષણિક સંસ્થાના હેલિપેડ પર ઉતર્યું હતું. પરંતુ હવે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબલે હેલિકોપ્ટર દ્વારા ખાનગી પ્રવાસ પર પહોંચેલા અક્ષય કુમાર સામે સવાલ ઉઠાવ્યો છે.
કેબિનેટ પ્રધાનના કેહવા પ્રમાણે, "કોરોનાની પરિસ્થિતિ દરમિયાન પ્રધાનથી લઈને બાકીના વીઆઇપી હસ્તીઓ પણ ગાડી દ્વારા પ્રવાસ કરી રહ્યા છે, તો અક્ષય કુમારને હેલિકોપ્ટર દ્વારા ખાનગી પ્રવાસની મંજૂરી કોને આપી?"
અક્ષય કુમારના હેલિકોપ્ટર પ્રવાસને લઈ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબલે સવાલ ઉઠાવ્યા તેણે એ પણ પૂછ્યું કે, અક્ષયને પોલીસ સુરક્ષા કેવી રીતે આપવામાં આવી. તેમના માટે કોણે હોટલ ખોલી? તેની તપાસ થવી જોઈએ. છગન ભુજબલે કહ્યું કે, શહેર પોલીસ તેમના વિસ્તારની બહાર નીકળીને અક્ષય કુમારને ગ્રામીણ વિસ્તારમાં સુરક્ષા કેવી રીતે આપી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય કુમારની આ વ્યક્તિગત મુલાકાત હતી. તે અહીં તેની માર્શલ આર્ટ એકેડેમી ખોલવા અંગે આવ્યા હતા.