ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા સંદર્ભે સંગીતકાર રેહમાનને નોટિસ ફટકારી - એ.આર.રહેમાનને આવકવેરાની ચોરીમાં માટે મળી નોટીસ

મદ્રાસ હાઈકોર્ટે વેરા સંબંધિત આવકવેરા વિભાગના એક આક્ષેપ સંદર્ભે સંગીતકાર એ.આર. રહેમાનને નોટિસ પાઠવી હતી. આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે, રહેમાને તેના ફાઉન્ડેશનનો ઉપયોગ કરચોરીના માધ્યમ તરીકે કર્યો હતો. જેમાં તે ટ્રસ્ટી છે અને તેમાં ત્રણ કરોડથી વધુ રૂપિયા જમા કરાવ્યા છે.

etv bharat
મદ્રાસ હાઈકોર્ટે આવકવેરાના મામલામાં સંગીતકાર રેહમાનને નોટિસ આપી

By

Published : Sep 12, 2020, 2:30 PM IST

ચેન્નઈ: આવકવેરાના જૂના કેસમાં પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનને નોટિસ મોકલવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટે પ્રધાન ઇન્કમટેક્સ કમિશનર દ્વારા કરેલી અપીલ પર સંગીતકારને નોટિસ મોકલી છે.

આવકવેરા કમિશનરે રહેમાનની તરફેણમાં આપવામાં આવેલા આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)ના નિર્ણય સામે અપીલ કરી હતી.

આ બાબત વર્ષ 2011-12ની છે અને તે 15.98 કરોડ રૂપિયાની જાહેર કરેલી આવક સાથે સંબંધિત છે. એવું જાણવા મળ્યું છે કે, રહેમાને ફોટોન કથા પ્રોડક્શન અને યુકેના લેબારાથી મળ્યા ક્રમશ: 54 લાખ રૂપિયે અને 3.47 કરોડ રૂપિયાનો ઉલ્લેખ તેના ઇન્કમટેકસ રિર્ટનમાં કર્યો નહોતો.

આ અંગે રહેમાને સ્પષ્ટતા કરી હતી કે, લેબારા મોબાઈલે તેના ફાઉન્ડેશનને 3.47 કરોડ આપ્યા છે, જે પોતાનો ટેક્સ ચૂકવે છે. આ યોગદાન લેબારા દ્વારા ફાઉન્ડેશનને આપવામાં આવ્યું હતું. કારણ કે રહેમાન તેમના માટે ત્રણ વર્ષ સુધી કોલર ટ્યુનની તૈયાર કરવા માટે સંમત થયા હતા.

આવકવેરા વિભાગે રહેમાનના આ ખુલાસાને સ્વીકારી લીધો અને વર્ષ 2016માં આ કેસનું પુન: મૂલ્યાંકન બંધ કર્યું. પરંતુ 2018માં પ્રધાન કમિશનરે રહેમાનને પૂછ્યું હતું કે, આ કેસની અલગ અસેસમેંટ શા માટે થવી જોઈએ, તેમ છતાં આ ચૂકવણી તેમને તેમની વ્યાવસાયિક સેવાઓ માટે આપવામાં આવી હતી.

ફાઉન્ડેશનને લેબારા મોબાઇલ દ્વારા ફાળો આપવા બદલ ગૃહ મંત્રાલયની મંજૂરી પણ મળી હતી.

આવકવેરા વિભાગે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે, વિદેશી કંપની દ્વારા કરવામાં આવતી ચૂકવણી તેમની વ્યાવસાયિક સેવા માટે છે જ્યારે ફાઉન્ડેશનને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી આ બાબતે તે ખોટું છે.

ABOUT THE AUTHOR

...view details