મુંબઈ: અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ લોકડાઉનનો અનુભવ શેર કરતાં કહ્યું કે, આ સમય દરમિયાન તેણીએ પતિ શ્રીરામ નેનેના હેર સેટ કરીને 'આત્મનિર્ભર' બન્યા.
અભિનેત્રીએ પોતાના પતિ શ્રીરામ નેને સાથે એક સેલ્ફી લઇને લૉકડાઉન સબક જણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
તેણે પોતાના પતિના વાળ પર એક્સપેરિમેન્ટ કરવાનો અનુભવ પણ શેર કર્યો અને કહ્યું, કે તે એકદમ મજેદાર રહ્યો.
સેલ્ફીના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, "સેલ્ફ ક્વોરેન્ટાઇનનો 100મો દિવસ, રામના હેર સેટ કરવાના પ્રયોગમાં ઘણી મજા કરી. આ લૉકઉનનો એક આવશ્યક બોધ-પાઠ માનોએખ હતો.."
કામ વિશે વાત કરતાં, માધુરીએ તાજેતરમાં તેનું ગીત કેન્ડલ' રજૂ કર્યું હતું. આ તેનું પહેલું ગીત છે. લોકડાઉન પછી માધુરી ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાના' નું શૂટિંગ ફરી શરૂ કરશે. તે શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે.