બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે એકશન હીરો સની દેઓલને 62માં જન્મદિવસ પર શુભકામના આપી હતી. માધુરીએ ટ્વિટર પર શુભકામના આપતા કહ્યું કે, હેપ્પી બર્થ ડે સની તારી લાઈફમાં તું જે ઈચ્છે તે મળે.
માધુરી દીક્ષિતે સની દેઓલને જન્મદિવસની શુભકામના આપી - સની દેઓલને જન્મદિવસની શુભકામના આપી
મુંબઈ : બોલીવુ઼ડ અભિનેત્રી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે અભિનેતા સની દેઓલના 62માં જન્મદિવસ પર શુભકામના આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટિવટ કરી સની દેઓલને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી.
![માધુરી દીક્ષિતે સની દેઓલને જન્મદિવસની શુભકામના આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4812221-thumbnail-3x2-dfs.jpg)
બંને હાલમાં ટેલીવિઝન શો ડાન્સ દિવાને 2માં તેમની ફિલ્મ 'ત્રિદેવ' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 19 ઓક્ટોમ્બર 1956ના દિવસે જન્મેલા બોલીવુડ અભિનેતાએ 1982માં રિલીઝ થયેલી 'બેતાબ' ફિલ્મમાં અમૃતા સિંહ સાથે કામ કર્યું હતું. રાષ્ટ્રીય ફિલ્મપુરસ્કાર મેળવનાર શ્રેષ્ઠ અભિનેતાને 2 ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યા છે.સની દેઓલ રાનનીતિમાં સામેલ થયા છે. વર્તમાનમાં પંજાબ રાજ્યના ગુરદાસપુરના સાંસદ સભ્ય છે.
અભિનેતાની અંતિમ ફિલ્મ 'ભઈયાજી' સુપરહિટ થઈ હતી. તેમણે હાલમાં પલ પલ દિલ કે પાસમાં અભિનય કર્યો છે. જેમાં તેમનો પુત્ર કરણ દેઓલે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો છે.