ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરી દીક્ષિતનું આ ગીત ગાવામાં કોઇ સંદેશ તો નથી ને? જો કે ફેન્સે ખૂબ પસંદ કર્યો વીડિયો - બોલિવૂડ સમાચાર

ધકધક ગર્લ માધુરીએ લતા મંગશકરના સ્વરમાં ગવાયેલા 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' ફિલ્મના ગીત પર બે હાથ અને મોંના હાવભાવ સાથે અભિનય કરતો વીડિયો તેના પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો જોઇને તેના ફેન્સ ખૂબ ખુશ થઈ ગયાં હતાં.

માધુરી દીક્ષિતનું આ ગીત ગાવામાં કોઇ સંદેશ તો નથી ને
માધુરી દીક્ષિતનું આ ગીત ગાવામાં કોઇ સંદેશ તો નથી ને

By

Published : Jun 12, 2021, 10:29 PM IST

Updated : Jun 13, 2021, 10:07 AM IST

  • માધુરી દીક્ષિતે શેર કર્યો વીડિયો
  • પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો
  • અજીબ દાસ્તાં હૈ યે..ગીત પર કારાઓકે કર્યું

ન્યૂઝ ડેસ્ક:માધુરી દીક્ષિત નેને બૉલિવૂડની એકસમયની સફળ અભિનેત્રી હાલ ફિલ્મોમાં ભલે ઝાઝી ન દેખાતી હોય પણ તે સોશિયલ મીડિયા પર એટલી જ સક્રિય છે. માધુરીએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લતા મંગેશકરના જૂના ગીત- દિલ અપના ઔર પ્રીત પરાઈ ફિલ્મનું ગીત અજીબ દાસ્તાં હૈ યે, કહાં શરુ કહાં ખતમ, યે મંઝિલે હૈ કૌન સી, ન વો સમઝ શકે ન હમ... ગીતને કારાઓકે સ્ટાઈલમાં ગાતી જોવા મળી રહી છે. આ ગીતના શબ્દો પર અભિનય કરતાં તેણે જોરદાર ફેસ એક્સપ્રેશન આપ્યાં છે જેને જોઇને ચાહકો આફરીન થઈ ગયાં હતાં.

માધુરીના ગીતને મળ્યા છે 3.40 લાખ લાઇક્સ

માધુરીએ આ વીડિયોમાં ચાર કલરની સાડી પહેરી છે. ગળામાં ભારતીય શૈલીનો સેટ પહેર્યો છે અને મેચિંગ એરિંગ્ઝ પહેરી છે. તેની આ સ્ટાઈલને માધુરીના ફેન્સે વધાવી લીધી છે, કેમકે તેમાં ભારતીય નારીની ઝલક જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં માધુરીએ આ વીડિયો શેર કરતાંની સાથે જ 3,40,000 કરતાં વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે. માધુરી આ ગીત રજૂ કરીને કંઇ કહેવા માગતી હોય તેમ લાગી રહ્યું હોવાનું કેટલાક ફેન્સનું માનવું છે.

Last Updated : Jun 13, 2021, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details