મુંબઈ : અભિનેત્રી માધુરી દીક્ષિતે કહ્યું કે, તેણે 'કેન્ડલ' સાથે સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તે કહે છે કે, આ ગીતમાં તેની અત્યાર સુધીની યાત્રાની ઝલક છે.
માધુરી દીક્ષિતનું 'કેન્ડલ' રિલીઝ, ગીતમાં અભિનેત્રીની અત્યાર સુધીની યાત્રાની ઝલક - ફિલ્મ નિર્માતા કરણ જોહર
માધુરી દીક્ષિતે 'કેન્ડલ' ગીત સાથે સંગીતની દુનિયામાં પોતાનું પહેલું કદમ ભર્યું છે. આ ગીતમાં અભિનેત્રીની અત્યાર સુધીની યાત્રાની ઝલક છે. આ લિંક શેર કરતી વખતે કરણ જોહરે પણ માધુરીની પ્રશંસા કરી છે.
![માધુરી દીક્ષિતનું 'કેન્ડલ' રિલીઝ, ગીતમાં અભિનેત્રીની અત્યાર સુધીની યાત્રાની ઝલક madhuri album](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7321283-893-7321283-1590244696509.jpg)
આ ગીત અંગે અભિનેત્રીએ કહ્યું, " 'કેન્ડલ ' માં મારી અત્યાર સુધીની યાત્રાની ઝલક બતાવી છે. જે આશ્ચર્ય, સંઘર્ષ, ઉત્સવ અને આત્મ-શોધથી ભરેલી છે. પરંતુ એક વસ્તુ જે આ યાત્રાને એકસાથે જોડે છે, તે પ્રેમ અને આશા છે. જે થાય છે, તેની પાછળનું સાચું કારણ છે." તે આશા રાખે છે કે, 'કેન્ડલ' તેના ચાહકોને મજબૂત રહેવા અને સકારાત્મક રહેવાની પ્રેરણા આપશે. પછી ભલે તેઓ ગમે તે અવરોધોનો સામનો કરે.
તેના આ ગીતને ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ તેના ટ્વિટર પર શેર કરીને અભિનેત્રીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, શું એવું કંઇ કામ છે, જે મારી પ્રતિભાશાળી મિત્ર માધુરી ન કરી શકે મહેરબાની કરીને તેના આ ગીતને સાંભળો. માધુરી સંગીતની દુનિયામાં આપનું સ્વાગત છે,.