મુંબઇ: વર્ષ 1993ની હિટ ફિલ્મ 'ખલનાયક'ની સિક્વલ અંગેના સમાચાર ખૂબ ચર્ચામાં છે, ત્યારે આ ફિલ્મની હિરોઇન માધુરીને તેના વિશે કંઈ ખબર નથી.
ફિલ્મ 'ખલનાયક'માં માધુરી પર ફિલ્માવવામાં આવેલું ગીત' ચોલી કે પીછે ક્યાં હૈ 'આજે પણ લોકપ્રિય છે અને તેના ઘણા ચાહકોને આશા છે કે, તે આ સિક્વલમાં પણ આ ગીત જોશે.
જ્યારે માધુરીને આ ફિલ્મની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કહ્યું હતું કે, "આ મારા માટે પણ ન્યૂઝ છે. કારણ કે, મને તેના વિશે કંઈ જ ખબર નથી.
આગળ વાત કરતાં જ્યારે એક ખાનગી ન્યૂઝ એજન્સીએ પ્રશ્ન પૂછ્યો કે, શું તે આ ફિલ્મનો ભાગ બનવા માંગશે? તેના જવાબમાં અભિનેત્રી કહે છે, "તે સ્ક્રીપ્ટ પર આધારીત છે. તેઓ તેને કેવી રીતે બનાવવાની યોજના ધરાવે છે, તેઓ તેને કેવી ફિલ્મ બનાવવા માંગે છે. મને લાગે છે કે આપણે કેટલીક વસ્તુઓને એ જ રૂપમાં સ્વીકારવી જોઈએ. "
ઉલ્લેખની છે કે, ફિલ્મની કહાણી ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે ફરતી રહે છે. જેમાંં સંજય દત્ત બલ્લૂ નામનો ગેંગસ્ટર હોય છે. જ્યારે જેકી શ્રોફ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે અને માધુરી દીક્ષિત તેની પ્રેમિકાના પાત્રમાં છે. તે પણ એક પોલીસ અધિકારી છે, જેનું નામ ગંગા છે.